સુરેન્દ્રનગર જિલ્લામાં કરોડો રૂપિયાના જમીન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની પૂછપરછ દરમિયાન ભ્રષ્ટાચારના પાકા પુરાવા સામે આવ્યા છે. તપાસ દરમિયાન EDને એક ખાસ ‘સીટ’ (હિસાબી ડાયરી) મળી આવી છે, જેમાં લાંચની લેવડ-દેવડનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સીટમાં કોને કેટલું કમિશન મળ્યું અને કયા દલાલો દ્વારા વ્યવહાર થયા તેની વિગતવાર નોંધ હોવાનું જાણવા મળ્યું છે. આ કૌભાંડનો આંકડો અંદાજે રૂ. 1500 કરોડ સુધી પહોંચે તેવી આશંકા સેવાઈ રહી છે, જેનાથી સમગ્ર રાજ્યના મહેસૂલ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
ED ની એન્ટ્રીથી ખળભળાટ
આ કૌભાંડના તાર ઉચ્ચ અધિકારીઓ સુધી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. નાયબ મામલતદારના નિવેદન અને મળેલા પુરાવા મુજબ, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ, તેમના પર્સનલ આસિસ્ટન્ટ (PA) અને ક્લાર્કની પણ આ કાળા કારોબારમાં સીધી સંડોવણી હોવાનું ખૂલ્યું છે. સરકારી જમીનોને ખાનગી નામે કરવા અથવા એન.એ. (NA) પ્રક્રિયામાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાના પુરાવા EDના હાથે લાગ્યા છે. હાલમાં ED આ તમામ નામો અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે, જેમાં આગામી દિવસોમાં મોટા માથાઓની ધરપકડ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો : Surat News : ઉત્રાણમાં આતંક મચાવનાર ટોળકીનો ફિયાસ્કો, પોલીસે 11 શખ્સોને દબોચી ઘટના સ્થળે જ કાઢ્યું સરઘસ


