- સપા ધારાસભ્ય ઇરફાન સોલંકીના ઘરે ઇડીની રેડ
- ભાઇ ઇરફાનના ઘરે પણ ઇડીની તપાસ ચાલુ
- બંને ભાઇઓ હાલ જેલમાં છે બંધ
ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીની મુશ્કેલી ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તેમના ઘરે પહોંચી ગયું છે. મળતી માહિતી મુજબ સ્થાનિક પોલીસ કાનપુર સ્થિત તેમના ઘરે પહોંચી છે. ઇડીની ટીમ ઇરફાનના ભાઇ રિઝવાન સોલંકીના ઘરે પણ પહોંચી છે. બંને ભાઇઓ જેલમાં બંધ છે.
સીસીટીવી કનેક્શન કાપી નાંખ્યુ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકીના ઘરે દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન ત્યાં લગાવવામાં આવેલ સીસીટીવી કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. ગુરુવારે વહેલી સવારે લખનૌ ઝોનના અધિકારીઓની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. EDની ટીમે આ કાર્યવાહી જાજમાઉમાં સપા ધારાસભ્યના ઘરે કરી છે.
ભાઇ અરસદના ઘરે પણ દરોડા પાડ્યા
ઈડીની ટીમે ઈરફાન સોલંકીના ભાઈ અરશદના ઘરે પણ દરોડા પાડ્યા છે. અરશદ સોલંકીની તેના નિવાસસ્થાને પૂછપરછ કરવામાં આવી રહી છે. EDની ટીમે SP MLAના પરિસરમાં લાગેલા CCTV કનેક્શનને સ્વીચ ઓફ કરી દીધું છે.
વહેલી સવારથી તપાસ શરૂ
EDના અધિકારીઓ વહેલી સવારે છ વાહનોમાં પહોંચ્યા અને તપાસ શરૂ કરી. તમને જણાવી દઈએ કે ઈરફાન સોલંકી હાલ મહારાજગંજ જેલમાં બંધ છે. તેમની સામે આગચંપી અને આચારસંહિતા ભંગના કેસમાં ચુકાદો 14 માર્ચે જાહેર થવાનો છે.
1 વર્ષથી છે જેલમાં
ઉલ્લેખનીય છે કે કાનપુરના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઈરફાન સોલંકી છેલ્લા એક વર્ષથી જેલમાં છે. એક મહિલાએ તેના પર પ્લોટ પર કબજો કરવાના ઈરાદે આગ લગાવવાનો આરોપ લગાવ્યો છે. ધારાસભ્ય ઈરફાન સોલંકી સામે અત્યાર સુધીમાં 17 કેસ નોંધાયા છે. રાજ્યસભાની ચૂંટણી સમયે સોલંકીએ પોતાનો મત આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી. જોકે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.


