- 1,500 લોકોને યુએસ-કેનેડામાં ગેરકાયદે ઘૂસાડવાનો મામલો
- એક હજાર કરોડની એન્ટ્રીઓ મળી
- 50 લાખની વિદેશી અને 1.50 કરોડની રોકડ જપ્ત કરાઇ
યુએસ અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારના ગુજરાતના કુખ્યાત એજન્ટો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અનેે સાગરિત ચરણજીત સિંગની ઓફિસ અને રહેઠાણે ઇડીના અધિકારીઓએ દરોડા પાડયા છે.
દરોડા દરમિયાન 50 લાખનું વિદેશી ચલણ, 1.50 કરોડની બીન હિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો,અને ડિજિટલ ડેટા જપ્ત કરાયા છે. બંને એજન્ટોએ ત્રણ વર્ષમાં 1500 જેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે, જેની એક હજાર કરોડની એન્ટ્રીઓ ઇડીને મળતા પીએમએલએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઇડીએ અમદાવાદમાં ઘાટલોડિયા, નારણપુરા, ગાંધીનગર ઉપરાત દિલ્હી, કોલકત્તા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડયા છે. ચારેય રાજ્યોના એજન્ટો મળીને ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા હતા.
બોબી પટેલ અને તેનો સાગરિત ચરણજીત સિંગ એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો 1.50 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. એજન્ટો મેકિસકો, યૂરોપિયન કન્ટ્રી તેમજ યુએસ અને કેનેડાના એજન્ટો સાથે વોટ્સએપમાં ગ્રૂપ બનાવી ગો-ઓન અમેરિકા એપના માધ્યમથી સંપર્કમાં હતો.
કેનેડા બોર્ડરે ડિગુચાના પરિવારના મોત બાદ બોબીનું નામ ખૂલ્યું હતું
યુએસ કેનેડા બોર્ડર પરથા ગત જાન્યુઆરીમાં ઘૂસણખોરી કરવા જતા ભારે ઠંડીના કારણે થીજી જવાથી ડિગુચા પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા હતા. ડિગુચા પરિવાર પાસેથી પણ મોટી રકમ બોબી પટેલે લીધી હતી. ઉત્તર ગુજરાતના આઇલેટ્સના પેપર લીંક કૌભાડમાં પણ બોબી પટેલનું નામ બહાર આવ્યું હતું.
બોબી 70% રકમ એડવાન્સ લઈને વિદેશી એજન્ટોને ટ્રાન્સફર કરતો
કુખ્યાત એજન્ટ બોબી પટેલ અને ચરણજીત વિદેશ જવા ઇચ્છતા લોકો પાસેથી 70 રકમ એડવાન્સમાં મેળવીને મેક્સિકો અન કેનેડાના એજન્ટોને હવાલાથી ટન્સફર કરી દેવામા આવતા બાકીની 30 ટકા રકમ લોકલ એજન્ટોને ટ્રાન્સફર કરાય નહિ ત્યાં પેસેન્જરોને ગોધી રાખવામા આવતા હતા.


