- હિરાનંદાની બિઝનેસ ગ્રુપ ભારતમાં સૌથી મોટું રિયલ એસ્ટેટ ડેવલપર્સ ગ્રુપ
- હિરાનંદાની ગ્રુપ પાસે મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદ્રાબાદમાં ઘણા પ્રોજેક્ટ
- TMC પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં હિરાનંદાની ગ્રુપ ચર્ચામાં
નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ 1978માં હિરાનંદાની ગ્રુપની સ્થાપના કરી હતી. જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. આ બિઝનેસ ગ્રૂપ ભારતમાં સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક છે. હિરાનંદાની ગ્રુપ પાસે મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.
હિરાનંદાની ગ્રુપઃ ભારતમાં સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક બિઝનેસ ગ્રૂપ
EDએ ગુરુવારે મુંબઈમાં હિરાનંદાની ગ્રુપની મુખ્ય ઓફિસ અને અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, 1999) સંબંધિત નિયમોના ઉલ્લંઘનના કિસ્સામાં બિઝનેસ ગ્રૂપ વિરુદ્ધ આ કાર્યવાહી કરી હતી. નિરંજન હિરાનંદાની અને સુરેન્દ્ર હિરાનંદાનીએ 1978માં હિરાનંદાની ગ્રુપની સ્થાપના કરી, જેનું મુખ્ય મથક મુંબઈમાં છે. આ બિઝનેસ ગ્રૂપ ભારતમાં સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર્સમાંનું એક છે. હિરાનંદાની ગ્રુપ પાસે મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં ઘણા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ છે.
TMC પૂર્વ સાંસદ મહુઆ મોઈત્રા ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં હિરાનંદાની ગ્રુપ ચર્ચામાં
ટીએમસીના ભૂતપૂર્વ સાંસદ મહુઆ મૈત્રાના ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં હિરાનંદાની ગ્રુપ પણ ચર્ચામાં હતું. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ લોકસભા સ્પીકર ઓમ બિરલાને કરેલી લેખિત ફરિયાદમાં મહુઆ મોઇત્રા પર તેમના વતી સંસદમાં પ્રશ્નો પૂછવા માટે ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી પૈસા અને મોંઘી ભેટ લેવાનો આરોપ લગાવ્યો હતો.
હિરાનંદાની ગ્રુપના CEO છે દર્શન હિરાનંદાની
દર્શન હિરાનંદાની નિરંજન હિરાનંદાનીના પુત્ર છે અને હાલમાં હિરાનંદાની ગ્રુપના CEO છે. દર્શન હિરાનંદાની Yotta Data Services, H-Nergy, Tark Semiconductors અને Tez Platform ના ચેરમેન અને Nidar Group ના CEO પણ છે.


