- લાલુના નજીકના લોકોની મુશ્કેલીમાં વધારો
- rjd ધારાસભ્ય કિરણ દેવીના ઘર પર EDની રેડ
- સંદેશના છે ધારાસભ્ય, જાન્યુઆરીમાં પણ પહોંચી હતી CBI
મનીલોન્ડરીંગ તથા અન્ય સ્કેમને લઇને મોટા મોટા નેતાઓ ઇડીની રડારમાં આવી રહ્યા છે. ત્યારે લાલુ પ્રસાદ યાદવના નજીકના ગણાતા એવા કિરણદેવીને ત્યાં પણ ઇડીએ રેડ પાડી છે. ગડહની પોલીસ સ્ટેશનના અગિઆંવ સ્થિત ઘર પર રેડ પાડી છે. જો કે એવુ સામે આવી રહ્યું છે કે પરિવાર હાલ ઘરમાં ઉપસ્થિત નથી.
CBIના રડાર પર તો હતા જ
મહત્વનું છે કે ધારાસભ્ય કિરણ દેવીના પતિ અરુણ યાદવ પણ સંદેશમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ લાલુ પરિવારના ખૂબ જ નજીકના માનવામાં આવે છે. આ પહેલા જાન્યુઆરીમાં સીબીઆઈની ટીમ કિરણ દેવીના ઘરે પહોંચી હતી. અરુણ યાદવ પહેલેથી જ CBIના રડાર પર છે. ગત વર્ષે પણ સીબીઆઈ દ્વારા તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ ક્રમમાં સીબીઆઈની ટીમ જાન્યુઆરીમાં આરજેડી ધારાસભ્ય કિરણ દેવીના ઘરે પહોંચી હતી અને નોટિસ આપી હતી. ત્યારથી એવું કહેવામાં આવી રહ્યું હતું કે ઇડી પણ જલ્દી જ તેની સામે કાર્યવાહી કરી શકે છે.
દસ્તાવેજોની ચાલી રહી છે ચકાસણી
મહત્વનું છે કે વર્ષ વર્ષ 2023માં સીબીઆઈએ પૂર્વ ધારાસભ્ય અરુણ યાદવ અને તેમની પત્ની ધારાસભ્ય કિરણ દેવીના ઘરે દરોડા પાડ્યા હતા. અરુણ યાદવ આરાના મોટા રેતીના વેપારીઓમાંથી એક છે. તેમનો બિઝનેસ આરાથી પટના સુધી ફેલાયેલો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ રેતીના વ્યવસાય દ્વારા પટનામાં ઘણી સંપત્તિ બનાવી છે. આ ક્રમમાં CBI અને EDની કાર્યવાહી ચાલી રહી છે. હાલમાં, આ સમયે આરાના નિવાસસ્થાનમાં કોઈને પ્રવેશવાની મંજૂરી નથી. તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ પટનામાં પણ તેમના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે.


