આતંકવાદીઓને પનાહ આપતા દેશ પાકિસ્તાનના સમર્થક તુર્કીય અને અઝરબૈજાનને પણ ‘Operation sindoor’ ની વ્યાપક અસર પડી છે. ખાસ કરીને ભારતે આ બંને દેશોનો બહિસકાર કર્યા બાદ તેના પ્રવાસનને ફટકો પડ્યો છે. પર્યટકોએ તુર્કીય અને અઝરબૈજાનને બદલે જ્યાં વિઝાની મુશ્કેલી ન હોય તેવા મુસ્લિમ દેશોમાં જવાનું આયોજન કરતાં હોવાનું જાણવા મળે છે.
મધ્યમોના અહેવાલ મુજબ તુર્કી અને અઝરબૈજાને પાકિસ્તાનને ટેકો આપ્યો છે, ત્યારથી આ દેશો માટે વિઝા અરજીઓમાં ભારે ઘટાડો થયો છે. છેલ્લા 10 વર્ષમાં આ ઘટાડો 42 ટકા સુધી જોવા મળ્યો હતો. હવે ભારતીય પ્રવાસીઓની પહેલી પસંદગી તુર્કીયને બદલે ઇસ્લામિક દેશ ઇજિપ્ત બની ગયું છે, જ્યારે અઝરબૈજાનને બદલે લોકો આર્મેનિયા અને જ્યોર્જિયા તરફ વળી રહ્યા છે. કેટલાક લોકો એવા પણ છે જે કઝાકિસ્તાન જઈ રહ્યા છે.
ઉદ્યોગપતિઓનો Turkey અને Azerbaijan સાથે વેપારનો ઇનકાર
ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારત અને પાકિસ્તાન વચ્ચે 4 દિવસ સુધી સંઘર્ષ થયો. તુર્કીય અને અઝરબૈજાનએ ખુલ્લેઆમ પાકિસ્તાનને ટેકો આપ્યો. આ કારણે, ભારતના લોકોએ આ બંને દેશોનો બહિષ્કાર કર્યો. પ્રવાસીઓએ તેમની ટિકિટો રદ કરી અને ઉદ્યોગપતિઓએ Turkey અને Azerbaijan સાથે વેપાર કરવાનો ઇનકાર કર્યો. હવે ભારતીય પર્યટકો કઝાકિસ્તાન, ઇજિપ્ત, જોર્ડન, જ્યોર્જિયા અને આર્મેનિયા જેવા દેશો પહેલી પસંદગી બની રહ્યા છે. કેટલાક લોકો ઇન્ડોનેશિયા, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશો વિશે પણ પોતાની પસંદ ધરાવે છે.
યુરોપિયન દેશો લાભ લઈ શકતા નથી
દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોમાં ગરમીના કારણે, કેટલાક લોકો ઇન્ડોનેશિયા, વિયેતનામ અને કંબોડિયા જેવા દેશોમાં જવા માંગતા નથી. બીજી બાજુ, ઠંડી આબોહવા હોવા છતાં, યુરોપિયન દેશો આનો લાભ લઈ શકતા નથી. કારણ કે, ત્યાં જવા માટે વિઝા મેળવવામાં મુશ્કેલી પડે છે. જર્મની, ફ્રાન્સ, ઇટાલી અને સ્પેન જેવા દેશો ભારતીયોને સૌથી વધુ આકર્ષે છે. પરંતુ, આ સ્થળોએ જવા માટે વિઝા મેળવવા માટે ઘણા મહિનાઓ રાહ જોવી પડે છે.