રાજકોટના પૂર્વ કમિશનરને ગાંધીનગર આર્મ્સ યુનિટમાં નિયુકિત : રાજકોટ જેલના સુપ્રિટેન્ડેન્ટ તરીકે રાઘવ જૈન મૂકાયા
રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિત અનેક પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જે પૈકી મોટા ભાગના અધિકારીઓને અલગ-અલગ સ્થળો પર પોસ્ટીંગ અપાયા હતા. પરંતુ રાજુ ભાર્ગવને બદલીના બે મહિના બાદ અંતે ગાંધીનગર ડીજી ઓફિસ ખાતે આર્મસ યુનિટના એડીજીપી તરીકે પોસ્ટીંગ અપાયું હતું. આ ઉપરાંત, વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ની બીચના સાત આઇપીએસ અધિકારીઓને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે.
રાજયના ગૃહવિભાગ દ્વારા બુધવારે સાંજે આઠ આઇપીએસ અધિકારીઓની બદલીના અને પોસ્ટીંગના ઓર્ડર જાહેર કરાયા હતા. જેમાં રાજકોટ ટીઆરપી ગેમઝોન આગકાંડ બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, વિધિ ચૌધરી અને સુધીર દેસાઇની તેમજ અન્ય પોલીસ અધિકારીઓની તાત્કાલીક અસરથી બદલી કરવામાં આવી હતી. જે પૈકી રાજુ ભાર્ગવને બદલીના બે મહિનાના લાંબા સમય બાદ અંતે ગાંધીનગર ડીજીપી ઓફિસ ખાતે આર્મસ એકટના વડા તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આઇપીએસ અધિકારી જે એ પટેલને સ્ટેટ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પોલીસ અધિક્ષક તરીકે નિમણુંક અપાઇ હતી.