- વિશ્વભરના દિગ્ગજ નેતાઓ તરફથી NDAની જીત પર અભિનંદન
- ભારત-USનો સંબંધ ખુબ જ ગાઢ રહેશે: બાઇડેન
- ઋષિ સુનકે ફોન કરીને PM મોદી સાથે વાત કરી હતી
લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ વિશ્વભરના દિગ્ગજ નેતાઓ તરફથી અભિનંદન સંદેશાઓ આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન, બ્રિટિશ PM ઋષિ સુનાક અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નરેન્દ્ર મોદી અને NDAને અભિનંદન પાઠવ્યા છે.
જો બાઇડેને નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા
UP પ્રેસિડેન્ટ જો બાઇડેને X પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, નરેન્દ્ર મોદી અને NDA અને લગભગ 650 મિલિયન મતદારોને આ ઐતિહાસિક ચૂંટણીમાં જીત પર અભિનંદન… ભારત અને અમેરિકા બંને વચ્ચેની અપાર સંભાવનાઓને ધ્યાનમાં રાખીને બન્ને દેશ મિત્ર બનીને રહેશે. ભારત-USનો સંબંધ ખુબ જ ગાઢ રહેશે.
ઋષિ સુનકે ફોન કરીને નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી
બ્રિટિશ પીએમ ઋષિ સુનકે X પર પોસ્ટ કરીને લખ્યું, આજે મેં નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાત કરી અને તેમને ચૂંટણી જીત પર અભિનંદન આપ્યા.” આ પછી તેણે હિન્દીમાં લખ્યું, બ્રિટન અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે અને સાથે મળીને આ મિત્રતા આગળ વધતી રહેશે.
ભારત અને રશિયા વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો આગળ વધશે: પુતિન
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે નરેન્દ્ર મોદીને અભિનંદન આપતા એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે ભારત અને રશિયા વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો આગળ વધશે. અમે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વાતચીત અને સહયોગ દ્વારા ભારત સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.” રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પીએમ મોદીને X પર જવાબ આપ્યો અને તેમનો આભાર માન્યો. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારત અને રશિયા વચ્ચેના વિશેષ વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
દેશ-વિદેશમાંથી નરેન્દ્ર મોદી અને ભાજપને શુભકામનાઓ આપતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે, કારણ કે NDA ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે. નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન, બ્રિટિશ પીએમ ઋષિ સુનક સહિત અનેક નેતાઓનો આભાર માન્યો છે.
આ દેશના નેતાઓએ PMને અભિનંદન પાઠવ્યા
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝો, ઈટાલીના PM જ્યોર્જિયા મેલોની, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે એ વિદેશી નેતાઓમાં સામેલ હતા જેમણે મોદીને તેમના ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન આપ્યા હતા.
ચીને PM મોદીને અભિનંદન પાઠવ્યા
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, અમે ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામોની નોંધ લીધી છે. અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએની જીતને અભિનંદન આપીએ છીએ.” પ્રેસ કોન્ફરન્સમાં ભારતની સામાન્ય ચૂંટણીના પરિણામો પરના પ્રશ્નોના જવાબ આપતા તેમણે કહ્યું કે ભારત સાથે મજબૂત અને સ્થિર સંબંધો બંને દેશોના હિતમાં છે. દેશો અને આ પ્રદેશમાં અને તેનાથી આગળ શાંતિ અને વિકાસ સાથે સુસંગત છે.


