- વ્હાઇટ હાઉસે એલોન મસ્કના નિવેદનની ટિપ્પણીની સખત નિંદા કરી
- એલન મસ્ક યહૂદી વિરોધી નફરતને પ્રોત્સાહન આપ્યું:વ્હાઇટ હાઉસ
- ‘અમે યહૂદી વિરોધી અને જાતિવાદી નફરતના આ પ્રોત્સાહનની સખત નિંદા કરીએ છીએ
વ્હાઇટ હાઉસે શુક્રવારે એક નિવેદન જારી કરીને એલોન મસ્કની ટિપ્પણીની સખત નિંદા કરી હતી જેમાં મસ્કએ સેમિટિક વિરોધી સિદ્ધાંતને કાવતરું ગણાવ્યું હતું. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે એલન મસ્ક યહૂદી વિરોધી નફરતને પ્રોત્સાહન આપી રહ્યા છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એન્ડ્રુ બેટ્સે કહ્યું હતું કે ધિક્કારપાત્ર જૂઠ્ઠાણાનું પુનરાવર્તન સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે.
વ્હાઇટ હાઉસે ટીકા કરી
વ્હાઇટ હાઉસે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ‘અમે યહૂદી વિરોધી અને જાતિવાદી નફરતના આ પ્રોત્સાહનની સખત નિંદા કરીએ છીએ. આ આપણા અમેરિકન મૂલ્યોની વિરુદ્ધ છે. બેટ્સે કહ્યું હતું કે નફરત સામે તમામ લોકોને એક કરવા અને અમારા સાથી અમેરિકનોની પ્રતિષ્ઠા પર હુમલો કરનાર અથવા અમારા સમુદાયની સલામતી સાથે ચેડા કરનાર કોઈપણ સામે બોલવાની અમારી જવાબદારી છે. તમને જણાવી દઈએ કે એલોન મસ્કે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં મસ્કે બીજી પોસ્ટનો જવાબ આપતા લખ્યું હતું કે, ‘તમે સાચું સત્ય કહ્યું છે.’
એલોન મસ્કએ પોસ્ટ કર્યું
એલોન મસ્કની જે પોસ્ટ પર ટિપ્પણી કરવામાં આવી હતી તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ‘યહૂદીઓ પાસે એક યોજના છે જેના દ્વારા તેઓ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને લાવીને સફેદ વર્ચસ્વને નબળું પાડવા માગે છે.’ આ વિચાર સાથે આવેલા માણસને 2018માં પિટ્સબર્ગમાં સિનાગોગમાં ગોળીબાર કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો જેમાં 11 લોકો માર્યા ગયા હતા. વ્હાઇટ હાઉસે કહ્યું હતું કે તે અસ્વીકાર્ય છે કે ધિક્કારપાત્ર જૂઠનું પુનરાવર્તન કરવામાં આવે.


