- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા એક્સ એકાઉન્ટ પર તેમના 10 કરોડથી વધુ ફોલોઅર્સ થયા
- વિશ્વના સૌથી ધનિક વ્યકિત એલન મસ્કે પીએમ મોદીને શુભકામના પાઠવી
- પીએમ મોદી સોશિયલ મીડિયાથી જનતાના સંપર્કમાં રહે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગણતરી ભારતના સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી નેતાઓમાં કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણી મેગેઝિન અને વિદેશમાંથી આવેલા રિપોર્ટમાં એવું કહેવાયું કે પીએમ મોદી ભારતના અત્યાર સુધીના સૌથી પ્રભાવશાળી વડાપ્રધાનોની લિસ્ટમાં સૌથી ઉપર છે. પીએમ મોદી સોશિયલ મીડિયાથી જનતાના સંપર્કમાં રહે છે. આ કારણથી સોશિયલ મીડિયા એક્સ પર તેઓના ફોલોઅર્સની સંખ્યા હવે 10 કરોડથી વધુ થઈ ગઈ છે. એલન મસ્કે પીએમ મોદીને આ માટે શુભેચ્છા પાઠવી છે.
સોશિયલ મીડિયા પર સૌથી ચર્ચિત રાજનેતા બન્યા
પીએમ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયા પર સતત છવાયેલા રહેતા હોય છે. પીએમ મોદી હંમેશા ગીતોથી વીડિયો અને ફોટો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ ઉપરાંત રાજનેતાઓ સાથે પણ તેઓ એમના એક્સ એકાઉન્ટ પર શેર કરે છે. બાળકો સેના યુવા અને વૃદ્ધ, સેના, મહિલાઓ સુધી દરેક વર્ગ પીએમ મોદીના વીડિયો અને મેસેજ જોતા હોય છે. આ કારણે પીએમ મોદી સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચિત રાજનેતા બની રહ્યા છે.
10 કરોડથી વધુ ફોલોઅર્સ વધ્યા
પીએમ નરેન્દ્ર મોદીની ફેન ફોલોઈંગ એટલી તો વધી ગઈ છે કે આજે તેમના ફોલોઅર્સની સંખ્યાનો આંકડો 10 કરતાં વધુ થયો છે. જે કોઈપણ રાજનેતાનો આટલો ફેન ફોલોઈંગ આંકડો નથી. ભારત જ નહિ વિદેશમાં પણ પીએમ મોદીના ફેન્સની સંખ્યામાં લાખોમાં પહોંચી ચુકી છે. વડાપ્રધાન મોદીના ટવિટ અને વીડિયો પર થોડીક જ પળમાં સેંકડો લાઈક્સ અને કોમેન્ટસનો મારો થતો હોય છે.
એલન મસ્કે સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોશિયલ મીડિયા એક્સ પર ફોલોઅર્સની સંખ્યા 10 કરોડથી વધુ થઈ જતા કંપનીના માલિક એલન મસ્કે તેમને શુભેચ્છા પાઠવી છે. એલન મસ્કે ટવિટ કરી પીએમ મોદીને 10 કરોડ કરતાં વધુ ફોલોઅર્સ થવા અંગે શુભકામના આપી હતી.


