ટેસ્લા કંપનીના માલિક એલન મસ્કના પિતા એરોલ મસ્ક ભારતના પ્રવાસ પર છે, તે 5 દિવસ ભારતમાં રહેવાના છે. તેઓ ગઈકાલે ભારત આવ્યા છે અને આગામી 6 જૂન સુધી ભારતમાં રોકાશે અને આ દરમિયાન તે દિલ્હી, હરિયાણા સહિત અયોધ્યાની પણ મુલાકાત લેવાના છે. તેની વચ્ચે ટેસ્લાના CEO એલન મસ્કના પિતાએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા છે.
એલન મસ્ક અને વડાપ્રધાન મોદી બંને સાથી મળીને કરે આ કામ
એરોલ મસ્કે કહ્યું કે હું વિચારૂ છું કે તે એક શાનદાન નેતા છે. આ સમયમાં દુનિયાના સર્વશ્રેષ્ઠ નેતાઓમાંથી એક છે. વડાપ્રધાન મોદીએ ટેસ્લા મામલે ભારતના હિતોનું ધ્યાન રાખવાનું છે અને એલનને ટેસ્લાના હિતોનું ધ્યાન રાખવાનું છે. તેથી તે બંને મળીને કંઈક એવું કરશે, જે ટેસ્લા અને ભારત બંનેના હિતમાં હોય. તમને જણાવી દઈએ કે આ વર્ષે એપ્રિલ મહિનામાં જ એલોન મસ્ક અને વડાપ્રધાન મોદીની વચ્ચે અમેરિકામાં મુલાકાત થઈ હતી.
એલોન મસ્કે સોશિયલ મીડિયા પર આપી હતી જાણકારી
ત્યારબાદ મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે ‘વડાપ્રધાન મોદી સાથે વાત કરવી સન્માનની વાત હતી. હું આ વર્ષના અંતમાં ભારત આવવાની વ્યવસ્થા કરી રહ્યો છું’ ત્યારે વડાપ્રધાને પણ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે એલોન મસ્ક સાથે વાત કરી અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થઈ. જેમાં આ વર્ષની શરૂઆતમાં વોશિંગ્ટન ડીસીમાં અમારી થયેલી બેઠક દરમિયાન સામેલ કરેલા વિષયો પણ સામેલ હતા.