ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના સબંધો બગડ્યા બાદ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કના પિતા એરોલ મસ્ક જૂનમાં તેમની ભારત મુલાકાત દરમિયાન અયોધ્યામાં રામ મંદિરની મુલાકાત લેશે. તેઓ સ્થાનિક કંપની સર્વોટેકના વૈશ્વિક સલાહકાર બોર્ડમાં છે. એરોલ ભારતની મુલાકાત દરમિયાન વિવિધ વ્યવસાય સંબંધિત બેઠકોમાં હાજરી આપવાનું આયોજન કરી રહ્યા છે.
તેમની પાંચ દિવસની ભારત મુલાકાત 1 જૂનથી શરૂ થશે અને 6 જૂન સુધી ચાલુ રહેશે, ત્યારબાદ તેઓ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. આ મુલાકાતથી જાણકાર લોકોએ જણાવ્યું હતું કે “(એરોલ) મસ્કની મુલાકાતમાં ગ્રીન ટેક્નોલોજી અને EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિકાસમાં વૈશ્વિક નેતા બનવાના ભારતના વ્યૂહાત્મક પ્રયાસને વેગ આપવાના હેતુથી કાર્યક્રમોનો યોજવામાં આવશે,”
સૂત્રોના જણાવ્યા અનુસાર, 1 જૂને રાષ્ટ્રીય રાજધાનીમાં પહોંચેલા મસ્ક 2 જૂને એક કંપની કાર્યક્રમમાં નીતિ નિર્માતાઓ, રોકાણકારો, વ્યાપારી નેતાઓ અને વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અમલદારોને મળશે.
એરોલ હરિયાણા પણ જશે
તેમણે કહ્યું કે મસ્કની મુલાકાતમાં હરિયાણાના સફિયાબાદમાં સર્વોટેકના સોલાર અને ઇવી ચાર્જર મેન્યુફેક્ચરિંગ યુનિટની મુલાકાત પણ શામેલ છે, જ્યાં રાજ્યના મંત્રીઓ અને અમલદારો પણ હાજર રહે તેવી અપેક્ષા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘મસ્ક શ્રી રામ લલ્લાના આશીર્વાદ મેળવવા માટે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરની પણ મુલાકાત લેશે, જે ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા સાથેના તેમના જોડાણને દર્શાવે છે.’
સર્વોટેક 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ પર સસ્ટેનિબિલિટી અને ગ્રીન એન્વાયરમેન્ટ પર ભાર મૂકવા માટે વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરાશે, જેમાં મસ્ક પણ હાજરી આપશે. આ પછી તે 6 જૂને દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે.