અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના સૌથી ખાસ દોસ્ત અને વિશ્વના અમીર વ્યક્તિ એલોન મસ્ક હમણા નુકસાનીના દૌરમાંથી પસાર થઇ રહ્યા છે. અને આ નુકસાનીનું કારણે ટ્રમ્પ સાથેની મિત્રતા હોવાનું બહાર આવ્યુ છે. એક તરફ સૌ કોઇને એવું લાગે છે કે ટ્રમ્પ સાથેની મિત્રતા મસ્કને માત્ર ફાયદો જ કરાવશે તો આ વાત પાયાવિહોણી છે. બીજી તરફ, આ દોસ્તીના કારણે મસ્કને સિર્ફ માત્ર 2 મહિનામાં 9 લાખ કરોડનું નુકસાન થયુ છે.
એલોન મસ્કથી નારાજ જનતા
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના કારણે બરબાદ થઇ રહ્યા છે એલોન મસ્ક, 9 લાખ કરોડનું થયું નુકસાન, એલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા બનાવવામાં આવેલી કારનું વેચાણ ઘટી રહ્યુ છે. ખાસ કરીને યૂરોપીય દેશમાં ટેસ્લાના વેચાણમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે જ્યારથી શપથ લીધા છે ત્યારથી ટૈરિફ મામલે ધમકી આપી દુનિયામાં હલચલ ફેલાવી દીધી છે. ખાસ કરીને યુરોપિય દેશ જે એક સમયે અમેરિકાના નજીકના માનવામાં આવતા હતા તેઓ હવે દુરી બનાવતા જોવા મળ્યા છે. ટૈરિફના કારણે જ્યાં અન્ય દેશો ગુસ્સામાં છે ત્યાં એલોન મસ્ક પણ ટ્રમ્પથી નારાજ જોવા મળી રહ્યા છે. અન્ય દેશની જનતા પોતાના રોષનો બદલો હવે ટેસ્લા પર કાઢી રહ્યા છે. ટેસ્લા કંપનીની કારની ખરીદી ન કરીને એલોન મસ્કને 9 લાખ કરોડનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ટેસ્લા કારના વેચાણ પર ગ્રહણ
એલોન મસ્કની કંપની ટેસ્લા દ્વારા બનાવવામાં આવેલી કારના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુરોપિયન દેશોમાં, ટેસ્લાના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જર્મનીની વાત કરીએ તો, અહીં ટેસ્લાના વેચાણમાં 76 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે ટેસ્લા કારના વેચાણમાં ફ્રાન્સમાં 45 ટકા, ઇટાલીમાં 55 ટકા, નેધરલેન્ડ્સમાં 24 ટકા, સ્વીડનમાં 42 ટકા અને સ્પેનમાં 10 ટકાનો ઘટાડો થયો છે. ઓસ્ટ્રેલિયા અને ચીનમાં પણ ટેસ્લા કાર વેચાઈ રહી નથી. ઓસ્ટ્રેલિયામાં ૬૬ ટકાનો ઘટાડો જોવા મળ્યો, જ્યારે ચીનમાં 49 ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ વર્ષે ફેબ્રુઆરી સુધીમાં, ટેસ્લાના શેર લગભગ 30 ટકા ઘટ્યા હતા. જો આપણે છેલ્લા એક મહિનાની વાત કરીએ તો ટેસ્લાના શેર લગભગ 25 ટકા ઘટ્યા છે. ટેસ્લાના શેરમાં આ ઘટાડો ગૂગલ અને એનવીડિયા કરતા પણ મોટો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ, આ વર્ષે એલોન મસ્કની સંપત્તિમાં 103 બિલિયન ડોલર એટલે કે આશરે 9 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. એલોન મસ્કની વર્તમાન નેટવર્થ વિશે વાત કરીએ તો, તે લગભગ $330 બિલિયન છે.


