ભારતમાં ટેસ્લાની ઇલેક્ટ્રીક કાર માટે રાહ જોતા લોકો માટે ખુશખબર છે. ટેસ્લા જલદી જ પોતાના કારનું વેંચાણ શરુ કરી શકે છે. કંપનીએ પોતાની બે ઇલેક્ટ્રીક કાર માટે સર્ટીફિકેશનની પ્રક્રિયા શરુ કરી દીધી છે. જેમાં મોડેલ Y અને મોડેલ 3નો સમાવેશ થાય છે. હોમોલોગેશન એ એક ફરજિયાત પ્રક્રિયા છે જે પ્રમાણિત કરે છે કે વાહન ભારત સરકાર દ્વારા નિર્ધારિત સલામતી, ઉત્સર્જન અને રોડ યોગ્યતાના ધોરણોને પૂર્ણ કરે છે.
ટેસ્લાની ઇલેક્ટ્રીક કાર મામલે મોટો નિર્ણય
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કંપની ટેસ્લા ટૂંક સમયમાં ભારતમાં પોતાની ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા જઈ રહી છે. તાજેતરના મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટેસ્લાએ ભારતમાં તેની બે ઇલેક્ટ્રિક કાર માટે પ્રમાણપત્ર અને હોમોલોગેશનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હોમોલોગેશન એ એક ફરજિયાત પ્રક્રિયા છે જે પ્રમાણિત કરે છે કે વાહન ભારત સરકાર દ્વારા નિર્ધારિત સલામતી, ઉત્સર્જન અને રોડ યોગ્યતાના ધોરણોને પૂર્ણ કરે છે. ટેસ્લાએ તેની બે ઇલેક્ટ્રિક કાર માટે પ્રમાણપત્ર પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં મોડેલ Y અને મોડેલ 3નો સમાવેશ થાય છે. અમેરિકન કંપની આ કારોને કમ્પ્લીટલી બિલ્ટ યુનિટ રૂટ દ્વારા ભારતમાં લાવશે. આનો અર્થ એ થયો કે ટેસ્લા હાલમાં કારનું ઉત્પાદન કરવાને બદલે ભારતમાં જ એસેમ્બલ કરશે. પ્રમાણપત્ર પ્રક્રિયા કંપની માટે એક મહત્વપૂર્ણ પગલું છે, કારણ કે તે સૂચવે છે કે ટેસ્લા ટૂંક સમયમાં દેશમાં વેચાણ શરૂ કરી શકે છે.
ભારતમાં કેવી હશે ટેસ્લાની ઇલેક્ટ્રીક કાર
ટેલ્સા મોડેલ Y એક ઇલેક્ટ્રીક એસયૂવી છે. જેમાં બે વેરિએન્ટ્સની સાથે તેને લોન્ચ કરવામાં આવશે. કારમાં લોન્ગ રેન્જ અને શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળી શકે છે. જેમાં ડ્યુઅલ-મોટર ઓલ વ્હીલ ડ્રાઇવ, 15 ઇંચ ટચસ્ક્રીન અને ઓટોપાયલટ જેવા ફિચર્સ પણ આ કારમાં જોવા મળશે. તો બીજી તરફ ટેસ્લા મોડલ-3 એક બેટરી ઇલેક્ટ્રીક મિડ સાઇઝ સેડાન છે. આ રિયર વ્હીલ ડ્રાઇવ અને ઓલ વ્હીલ ડ્રાઇવ સહિત કેટલાક વેરિયંટમાં ઉપલ્બધ રહેશે. આ કાર એકવાર ચાર્જ કર્યા બાદ 500 કિમીથઈ વધુની રેન્જ આપશે.
ભારતમાં વધી ઇલેક્ટ્રીક વાહનની માંગ
ભારતમાં ઇલેક્ટ્રિક વાહનનું વેચાણ 2023માં 82 હજાર 688 યુનિટથી 2024માં 99 હજાર 165 યુનિટ થવાની ધારણા છે. ઇલેક્ટ્રિક કાર માર્કેટમાં ટાટા મોટર્સ અને જેએસડબલ્યુ એમજી મોટર્સ બે મોટી કંપનીઓ તરીકે ઉભરી આવી છે. લક્ઝરી EV સેગમેન્ટમાં પણ વેચાણમાં વધારો જોવા મળ્યો હતો. જેમાં BMW, Mercedes-Benz, Volvo, Audi અને Porsche જેવી બ્રાન્ડ્સે 2024માં 2,809 યુનિટનું વેચાણ કર્યું, જે 2023માં 2,633 યુનિટ હતું.


