- વિશ્વના સૌથી ધનિક વ્યકિત એવા એલન મસ્કે મહત્ત્વનો દાવો કર્યો
- ભારતીય અમેરિકીઓની સરરેરાશ વાર્ષિક હાઉસ હોલ્ડ આવક સૌથી વધુ
- અમેરિકામાં આવક મેળવતા દેશોની મસ્કે યાદી પોસ્ટ કરી
ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ અને વિશ્વના સૌથી ધનિક વ્યકિત એવા એલન મસ્કે જણાવ્યું કે અમેરિકામાં બહારના દેશથી આવીને વસેલા લોકો ઘણા સફળ રહ્યા છે. આમાં ભારતી. મૂળના અમેરિકી કમાણી કરવાના મુદ્દે સૌથી આગળ હોવાનો મસ્કે દાવો કર્યો છે. આ ઉપરાંત તાઈવાન, ચીન અને જાપન દેશથી અમેરિકા આવીને વસેલા પ્રવાસીઓનો નંબર આવે છે.
ભારતીય અમેરિકીઓની સરરેરાશ વાર્ષિક હાઉસ હોલ્ડ આવક સૌથી વધુ
આ પોસ્ટમાં એવું દર્શાવાયું છે કે ભારતીય મૂળના અમેરિકી નાગરિકોની સરરેરાશ વાર્ષિક હાઉસ હોલ્ડ આવક 119,858 ડોલર છે. જે સૌથી વધુ છે. ત્યારબાદ તાઈવાન, ચીન અને જાપાનના પ્રવાસીઓની આવક આવે છે.
અમેરિકનો ઘણા પાછળ ધકેલાયા
સોશિયલ મીડિયા એક્સ પર એલન મસ્કે એક પોસ્ટ શેર કરી છે. જે યુએસ વસ્તી ગણતરી સંસ્થાના ડેટા પર આધારિત છે. આમાં અમેરિકામાં રહેતા જુદા-જુદા દેશોના પ્રવાસી જૂથોની આવક પર ફોકસ કરાયું છે. ઉલ્લેખનીય છે કે, એલન મસ્ક જાતે દક્ષિણ આફ્રિકાથી અમેરિકા આવીને વસેલા છે. જો કે તેઓએ જાતિ અને લિંગના આધાર પર થતી આવક અસમાનતાની ચર્ચાને ફગાવી દીધી છે. આ પોસ્ટ શેર કરતા એલન મસ્કે લખ્યું વાહ, અમેરિકા સાચે જ અવસોની ભૂમિ છે.
સરેરાશ હાઉસ હોલ્ડ આવક મુદ્દે પાકિસ્તાની અમેરિકી પાંચમા નંબરે
આ ડેટામાં એવું પણ જોવા મળ્યું છે કે, પાકિસ્તાનના મૂળના અમેરિકનોની સરેરાશ હાઉસ હોલ્ડ આવક 77,315 ડોલર છે. જે આ યાદીમાં પાંચમા નંબર પર છે. આ ઉપરાંત ફિલીપાઈન્સ, કોરિયન, કંબોડિયન, વિયેતનામી અમેરિકીઓનો નંબર આવે છે.
જો કે આ લિસ્ટમાં એ સ્પષ્ટ નથી થયું કે તેઓની સરેરાશ આવક શ્વેત અમેરિકનોની આવક 65,902 ડોલરની સરખામણીમાં વધુ છે.


