ફોબર્સની રિયલ ટાઇમ બિલિયનેયર્સની લિસ્ટ અનુસાર ટેસ્લાના માલિક એલોન મસ્ક દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓની લિસ્ટમાં ટોપ સ્થાને છે. મંગળવારે તેમની કુલ સંપત્તિ 684 અરબ ડોલરના આંક પર પહોંચી ગઇ હતી. મસ્કની સંપત્તિમાં આવેલી તેજીનું કારણ સ્પેસએક્સ કંપનીનો ગ્રોથ રહ્યો છે. મીડિયા રિપોર્ટ દ્વારા મળતી જાણકારી અનુસાર સ્પેસએક્સ આગામ વર્ષે શેરબજારમાં આવી શકે છે. ત્યારે આવો જાણીએ કોણ છે દુનિયાના સૌથી અમીર ટોપ 5 વ્યક્તિ.
મસ્કની સંપત્તિમાં કેટલો વધારો?
હાલના દિવસોમાં મસ્કની સંપત્તિમાં વધારો જોવા મળ્યો છે. સોમવારે એલન મસ્કની કુલ સંપત્તિમાં આશરે $168 બિલિયનનો વધારો થયો હતો. બીજા દિવસે, તેમાં વધુ $8 બિલિયનનો ઉમેરો થયોહતો. આમ આ વધારા સાથે એલન મસ્કની કુલ સંપત્તિ આશરે $684.2 બિલિયન સુધી પહોંચી ગઈ છે.
એલન મસ્કની સંપત્તિમાં ઉછાળાનું કારણ?
નિષ્ણાંતો માને છે કે તેમની કંપની સ્પેસએક્સ, અચાનક ઉછાળાનું મુખ્ય કારણ હોઈ શકે છે. સ્પેસએક્સ આવતા વર્ષે IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેનું મૂલ્ય આશરે $800 બિલિયનનું છે. મસ્ક કંપનીનો આશરે 42% હિસ્સો ધરાવે છે, તેથી તેનાથી તેમની નેટવર્થને સીધો ફાયદો થયો છે.મસ્ક ટેસ્લામાં પણ 12% હિસ્સો ધરાવે છે. આ વર્ષે વેચાણ ઘટવા છતાં કંપનીના શેરમાં 13%નો વધારો થયો છે, જેના પરિણામે મસ્કને નોંધપાત્ર નફો થયો છે.
વિશ્વના ટોચના 5 સૌથી ધનિક વ્યક્તિઓ
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક છે. તેમના પછી આલ્ફાબેટના સહ-સ્થાપક લૈરી પેજ છે. લેરીની કુલ સંપત્તિ આશરે $252 બિલિયન છે. ઓરેકલના સ્થાપક લેરી એલિસન $239.8 બિલિયન સાથે ત્રીજા ક્રમે છે. જેફ બેઝોસ અને સેર્ગેઈ બ્રિન અનુક્રમે ચોથા અને પાંચમા ક્રમે છે. જેફ બેઝોસની કુલ સંપત્તિ આશરે $235.2 બિલિયન છે.


