- વીડિયોમાં ખુદ એલન મસ્ક એસ્ટ્રોનોટના શૂટમાં નજરે પડયા
- પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, નરેન્દ્ર મોદી અને દિગ્ગજ બિઝનેસમેન નજરે પડયા
- પોપ ફ્રાંસિસ પણ વીડિયોમાં અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે
ટેસ્લાના સીઈઓ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક રમૂજી વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એલન મસ્કે કેપ્શન આપ્યું AI જનરેટેડ ફેશન શો. આમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સહિત ઘણા વિશ્વ નેતાઓને દર્શાવવામાં આવ્યા છે. આ વીડિયોમાં વિશ્વ નેતાઓને અનોખા કપડા પહેરેલાં દર્શાવ્યા છે. આ બધા નેતાઓ અને બિઝનેસમેન મોડલની જેમ રેમ્પ વોક કરતા નજરે પડી રહ્યા છે.
મહત્ત્વનું છે કે આ વીડિયોમાં નેતાઓ સિવાય વિશ્વના દિગ્ગજ ઉદ્યોગપતિ બિલ ગેટ્સ, ટિમ કૂક પણ નજરે આવી રહ્યા છે. આ ઉપરાંત પોપ ફ્રાંસિસ પણ અલગ અવતારમાં જોવા મળી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન પારંપરિક ડ્રેસમાં જોવા મળ્યા
એલન મસ્કે શેર કરેલા વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પારંપરિક વેશભૂષા પહેરેલી હોવાનું નજરે આવી રહ્યું છે. આ સિવાય વ્લાદિમીર પુતિન એક લકઝરી બ્રાંડના લોગો ધરાવતા ડ્રેસ પહેર્યો હોવાનો વીડિયોમાં જોવા મળ્યા છે. અને આ બધામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હીલચેરમાં સ્ટાઈલિશ કોર્ટ અને ચશ્મા પહેરેલા દેખાઈ રહ્યા છે.
એલન મસ્કે બિલ ગેટસની ફીરકી લીધી
એલન મસ્કે શેર કરેલો વીડિયોમાં અમેઝોનના સીઈઓ જેફ બેસોઝ અને એપલનના સીઈઓ ટીમ કૂક પણ નજરે પડયા હતા. મહત્ત્વનું છે કે વીડિયોમાં સૌથી અંતમાં માઈક્રોસોફટના સીઈઓ બિલ ગેટસને દર્શાવવામાં આવ્યા હતા. જેમાં તેઓ કાળા કલરના શૂટમાં નજરે પડી રહ્યા હતા. તેમના હાથમાં એક પ્લેકાર્ડ નજરે પડી રહ્યું હતું. જેની પર લખ્યું હતું ‘Runway of Power’પછી પ્લે કાર્ડ બ્લૂ સ્ક્રિન ઑફ ડેથમાં તબદિલ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસથી સર્વર ડાઉન થવાને લીધે માઈક્રોસોફ્ટની સેવાઓ ઠપ છે ત્યારે વિશ્વમાં એરલાઈન્સ, એટીએમ, બેંકિંગ અને કોર્પોરેટર ક્ષેત્રના કામને ભારે અસર પહોંચી છે.


