દુનિયાભરના મોટાભાગના લોકો આજે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગ કરી રહ્યા છે. કેટલાક વપરાશકર્તાઓ મેસેજિંગ અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. લોકો વિવિધ એપ્સનો ઉપયોગ કરી પોતાના મહત્વના કાર્યો પૂર્ણ કરે છે. જો કે આજે ફરી એક વખત એલન મસ્કની X સર્વિસિસ ઠપ્પ થવાથી યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
સાઇટ થઈ ડાઉન
ગઇકાલ રાત્રિના સમયથી X યુઝર્સ દ્વારા ફરિયાદ કરવામાં આવી કે વેબસાઈટની સેવામાં વિક્ષેપ થઈ રહ્યો છે. ફરી એક વખત સોશિયલ મીડિયામાં X પ્લેટફોર્મની સાઇટ ડાઉન થઈ છે. અને આજે શનિવાર સવારથી પણ X ની હાલત બહુ સારી નથી. આ મામલે કંપની તરફથી માહિતી આપવામાં આવી કે ડેટા સેન્ટરમાં ટેકનિકલ ખામીને કારણે અનેક સેવાઓને અસર થઈ રહી છે. તેના કારણે X સર્વિસિસ હજુ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી.
મેસેજીંગ થયા ગાયબ
ઘણા વપરાશકર્તાઓએ ફરિયાદ કરી છે કે X પરના તેમના મેસેજીંગ ગાયબ થઈ ગયા છે તો કેટલાકે કહ્યું કે તેમના ઉપકરણોમાં આ સુવિધા ખુલી રહી નથી. અમુક વપરાશકર્તાઓ લોગિન અને સાઇન અપ કરી શકતા નથી. વધુ આર્શ્ચયની વાત એ છે કે X પરની પ્રીમિયમ સેવાઓ પણ યોગ્ય રીતે કામ કરી રહી નથી.
સેવા મામલે કંપનીનો ખુલાસો
X ની એન્જિનિયરિંગ ટીમે કહ્યું કે તેઓ આ સમસ્યાને ઠીક કરવા માટે 24 કલાક કામ કરી રહ્યા છે. આ કામગીરીમાં પણ તેમને હજુ સુધી કોઈ સફળતા મળી નથી. ટીમે કહ્યું છે કે ગઈકાલના ડેટા સેન્ટર આઉટેજને કારણે હજુ પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. થોડા જ સમયમાં આ સમસ્યાનો ઉકેલ મળે તેવા અમારા પ્રયાસ છે.
ડેટાની સલામતી અંગે પણ ચિંતાઓ
મસ્કની કંપનીએ હજુ સુધી આ ડેટા સેન્ટરની નિષ્ફળતા પાછળનું સાચું કારણ સ્પષ્ટ કર્યું નથી. આનાથી વપરાશકર્તાઓની ખાનગી વાતચીત અને ડેટાની સલામતી અંગે પણ ચિંતાઓ વધી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ મજાક અને મીમ્સ બનાવી રહ્યા છે અને વધુ પારદર્શિતાની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે એલન મસ્કે ટવીટર પ્લેટફોર્મ પર વધુ યુઝર્સ જોડાય માટે ખાસ સુવિધા આપી હતી. તમારી માહિતીની પ્રાઈવસી રહશે. તેઓ પોતાના નિશ્ચિત વર્તુળોમાં માહિતી શેર કરી શકશે. આ માટે પ્રીમિયમ સુવિધા પણ શરૂ કરાઈ હતી.
X સાયબર હુમલા પાછળ કોણ
પરંતુ માર્ચ મહિના બાદ ફરી અત્યારે એલન મસ્કની સર્વિસિસ ઠપ્પ થતા ડેટાની સલામતીને લઈને યુઝર્સની ચિંતા વધી છે. અગાઉ માર્ચ મહિનામાં એલન મસ્કની ટ્વીટર સેવાઓ ઠપ્પ થઈ હતી. જેમાં એલોન મસ્કે X સાયબર હુમલા પાછળ યુક્રેનનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. અને કહ્યું હતું કે યુક્રેનમાંથી જનરેટ થયેલા IP એડ્રેસ તેના માટે જવાબદાર છે. હવે આજે ફરી X સર્વિસિસ ઠપ્પ થતા કોણ જવાબદાર ?