- અમેરિકામાં વિમાનમાં બેદરકારીનો આ બીજો બનાવ
- અલાસ્કાના વિમાનમાં બારીનો કાશ તૂટી ગયો હતો
- અમેરિકી તંત્રએ આને લઈ તપાસના આદેશ આપ્યા
અમેરિકામાં એક મોટી વિમાન દુર્ઘટના થોડાક સમય માટે ટળી ગઈ. એટલસ એર બોઈંગ 747-8નું કાર્ગો વિમાનના એન્જિનમાં આગ લાગ્યા પછી મિયામી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનને ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. વિમાન ઉડયા બાદ તરત તેમાં આગ લાગી ગઈ હતી. આ અંગે એક વીડિયો પણ વાયરલ થયો છે જેમાં વિમાનની પાંખમાં આગ દેખાઈ રહી છે.
આ મુદ્દે એટલસ એરનું કહેવું હતું કે પાયલોટે તમામ માપદંડ પ્રક્રિયાનું પાલન કર્યું અને વિમાનને સલામત રીતે ઉતરાણ કરાયું હતું. મળતી માહિતી પ્રમાણે કંપનીએ ગુરુવારે મોડી રાત્રે થયેલી આ ઘટનાના કારણોની તપાસ શરૂ કરવા વિમાનનું નિરીક્ષણ કર્યું હતું.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સમાં સામે આવેલા એક વીડિયોમાં વિમાનની ડાબી બાજુની પાંખમાં આગની જવાળાઓ જોવા મળી રહી છે. જો કે આ વીડિયોની પ્રામાણિકતાની કોઈ પુષ્ટિ નથી થઈ શકી. ફલાઈટવેયર ડેટાથી જાણવા મળ્યું કે જે વિમાનની ઈમરજન્સી કરાઈ તે બોઈંગ 747-8 હતું. આ વિમાન ચાર જનરલ એન્જિનની મદદથી સંચાલિત થતું હોય છે.
ઘટનામાં કોઈ જાનહાનિ નહીં
મળતી માહિતી અનુસાર વિમાનમાં ખરાબીની સૂચના મળતા ફાયર રૅસ્કયૂ ટીમ તાબડતોબ વિમાન પાસે આવી ગઈ હતી. જો કે ઘટનામાં કોઈ નુકસાન ન થયું. આ ઘટના પછી અમેરિકી વિમાન ઉડ્ડયન તંત્રએ 171 વિમાનોને અસ્થાયી રીતે ઉડવા આપ્યો આદેશ. ઉડ્ડયન કરતાં પહેલાં વિમાનની સઘન તપાસ કરીને પછી ઉડાડવા સૂચના અપાઈ.
અલાસ્કા એરલાઈન્સના વિમાનનો હિસ્સો તૂટયો
આ અગાઉ પાંચ જાન્યુઆરીએ પોર્ટલેન્ડથી ઓરેગોન જતી ફલાઈટને ટેક થયાની થોડી મિનિટોમાં અલાસ્કા એરલાઈન્સના મેક્સ-9 વિમાનનો એક હિસ્સો તૂટી ગયો હતો જેથી વિમાનમાં સવાર 171 યાત્રિકો અને છ ક્રૂ મેમ્બર્સના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા.
જાપાનમાં વિમાનની કોકપિટમાં તિરાડ
આવી જ એક ઘટના તાજેતરમાં જાપાનમાં જોવા મળી હતી. જ્યાં ઉડ્ડયન કરતા બોઈંગ-737 વિમાનની કોકપિટની બારીમાં તિરાડ જોવા મળી હતી. તિરાડ જોયા પછી વિમાનને એરપોર્ટ પર પરત લાવવું પડયું હતું. રિપોર્ટ પ્રમાણે વિમાનના પાયલોટ સિવાય કુલ 65 પ્રવાસીઓ સવાર હતા. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ.


