પોલીસના લોક દરબાર બાદ વ્યાજંકવાદનો ભોગ બનેલા અનેક લોકો તેમની આપવીતી વર્ણવ આવ્યા તે પૈકી આજે ત્રણ ગુનાઓ નોંધાયા છે.
વ્યાજંકવાદના કારણે અનેક પરિવારો આર્થિક અજગર ભરડામાં સપડાઈ ગયા છે. કોઈ પરિવારે વ્યાજનકવાદના કારણે તેમના મોભી તો કોઈએ તેમનો દીકરો ગુમાવ્યો છે. ત્યારે આ વ્યાજંકવાદને નાબૂદ કરવા માટે તાજેતરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એવી જાહેરાત કરી હતી કે ગુજરાતમાં વ્યાજખોરોને ડામી દેવામાં આવશે. જેની સૂચના પોલીસને અપાતા પોલીસતંત્ર ભર ઊંઘમાંથી જાગ્યું હતું. તે પૈકી રાજકોટ શહેરમાં તાજેતરમાં એક લોક દરબાર યોજવામાં આવ્યો હતો તેમાં અંદાજિત 350 થી 400 પીડિત લોકો આવ્યા હતા અને તેઓની રજૂઆતો સાંભળી હતી. તે પૈકી આજરોજ રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ મથકમાં વ્યાજખોરો વિરુદ્ધ ત્રણ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
માતા પત્નીની સારવાર માટે લીધેલા 1.50 લાખ સામે 1.20 લાખ ચૂકવ્યા છતાં 1.50 લાખ ઊભા ને ઉભા
શહેરની ભાગોળે આવેલા હડાળા ગામે રહેતા અને મિસ્ત્રી કામ કરતા નરેશ મધુભાઈ રાબડીયાએ બે વર્ષ પહેલા તેની માતા ભાનુબેન ની કેન્સરની સારવાર માટે અને તેમની પત્નીની પ્રસુતિની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઊભી થતા કોઠારીયા ના દિલીપ પરમાર પાસેથી ₹1.50 લાખ 5 ટકા વ્યાજે લીધા હતા. દર મહિને 7500 વ્યાજ ચૂકવતો હતો અને તેમ કરી 1.20 લાખ ચૂકવી આપ્યા હતા. પરંતુ સમય જતા આર્થિક ભીંસ વધતા વ્યાજ ચૂકવી શક્યો ન હતો. જેથી વ્યાજખોર દિલીપ અને તેનો પુત્ર કરણ બંને દ્વારા પઠાણી ઉઘરાણી શરૂ કરવામાં આવી અને 1.20 લાખ ભૂલીને આખે આખી રકમ 1.50 લાખ ચૂકવવી પડશે તેમ કહી ત્રાસ ગુજરવાનું શરૂ કર્યું હતું જેથી કુવાડવા રોડ પોલીસે રાજકોટ પિતા પુત્ર દિલીપ માવજી પરમાર અને કરણ દિલીપ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.
કોરોના સમયે ઘર ખર્ચ અને પુત્રીની ફી માટે સોનાના દાગીના ગીરવે મૂકી પોસ્ટલ કર્મચારી પાસેથી 90 હાજર લીધા હતા તેની સામે 2.26 લાખ ચૂકવ્યા છતાં રકમ ઊભીને ઊભી
શહેરના સહકાર સોસાયટીમાં રહેતા અને સોનિક કામ કરતા દીપેશ જગદીશભાઈ બારભાયા નામના યુવકે પોસ્ટલ કર્મચારી જતીન મેઘાણી અને તેના મિત્ર સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે તેમાં તેણે જણાવ્યું હતું કે કોરોના વખતે લોકડાઉનમાં નાણાની જરૂરિયાત ઊભી થતા યુનિવર્સિટી રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા જતીન મેઘાણી પાસેથી તેમના સોનાના ઘરેણા ગીરવે મૂકી 90,000 વ્યાજે લીધા હતા. તેની સામે તેણે 2.26 લાખ ચૂકવી દીધા હતા છતાં જતીન વ્યાજની ઉઘરાણી કરી તેના મિત્ર દીપેશની રાષ્ટ્રીય શાળા પાસે આવેલી ઓફિસે બોલાવી માર મારી પઠાણી ઉઘરાણી કરતો હોય તે અંગે જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
પ્લાસ્ટિકનો ધંધો શરૂ કરવા 90 લાખ લીધા તા તે ચૂકવવા ત્રણ વ્યાજખોરોને જમીન લખી આપી છતાં બે વ્યાજખોરો રકમ લેવા ઊભા ને ઊભા
રાજકોટના દર્પણ હંસરાજભાઈ પાનસુરીયા નામના વેપારીએ અલ્પેશ દોંગા ધમભા ગોહિલ અને ગંભીરસિંહ રેવળ સામે વ્યાજખોરિની ફરિયાદ નોંધાવી છે તેમાં તેણે જણાવ્યું હતું કે 2021માં પોતે ગણેશ નગર વિસ્તારમાં રહેતો હતો ત્યારે પ્લાસ્ટિકનો ધંધો શરૂ કરવા માટે અલ્પેશ પાસેથી દસ લાખ લીધા હતા ત્યારબાદ 2024 માં તેણે દસ લાખની સામે 25 લાખની રકમ પરત આપવા માટે ધમભા ગોહિલ પાસેથી 28 લાખ લીધા હતા અને તેના બદલામાં એક વર્ષમાં 35 લાખ ચૂકવવાનું નક્કી થયું હતું અને તેવી જ રીતે ગંભીરસિંહ રેવર પાસેથી ₹13 લાખ લીધા હતા તેની સામે તેને 15 લાખનું લખાણ લેવડાવી દીધું હતું. બાદમાં આ ત્રણેય શબ્સોને તેઓની વ્યાજની રકમ ચૂકવવા માટે તેમની કિંમતી જમીન ધમભાને આપી દીધી હતી અને ધમભાએ અલ્પેશ દોંગા અને ગંભીરસિંહને તેમની રકમ ચૂકવવાની હતી. પરંતુ ધમભાએ આખે આખી જમીન ચાઉ કરી જય અને અલ્પેશ અને ગંભીરસિંહને રકમ ન આપતા તેઓએ ધાકધમકી આપી ફરી તેઓની રકમની ઉઘરાણી શરૂ કરી હતી. જેથી આજીડેમ પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે.