રાજકોટના આંગણે નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થઇ ગઇ છે. ગુજરાત ઉપરાંત સમગ્ર દેશ અને ઇંગ્લેન્ડથી પણ ક્રિકેટના ચાહકો મેચ જોવા રાજકોટ આવ્યા છે. જેમાં એક ઇંગ્લેન્ડનો અનોખો ચાહક પણ આવ્યો છે. જે પાંચ મેચની સિરીઝ દરમિયાન દરેક મેચ જોવ જઇ રહ્યો છે.
ઇંગ્લેન્ડથી આવેલો એન્ડી બ્રાઉન એક ઉત્કૃષ્ટ ચિત્ર કલાકાર છે ઉપરાંત દેશ-વિદેશના ઘણા સ્ટેડિયમના ચાલુ મેચ દરમિયાન ચિત્ર બનાવી ચૂક્યો છે. ચિત્ર કલાકાર એન્ડી બ્રાઉન ઇંગ્લેન્ડની ટીમ જે શહેરમાં રમવા જાય તે શહેરમાં મેચ જોવા જાય છે અને સ્ટેડિયમની અંદરનું લાઇવ ચિત્ર બનાવે છે. એન્ડી બ્રાઇન હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં સ્ટેડિયમનું લાઇવ ચિત્ર બનાવી ચૂક્યો છે.
ક્રિકેટએ વિશ્વભરમાં પ્રખ્યાત રમત અને આખી દુનિયામાં તેના ચાહકો છે. ઉલ્લેખનીય છે કે ભાગ્યે જ કોઇક એન્ડી બ્રાઉન જેવા ચાહક હશે જે ચાલુ મેચમાં ક્રિકેટ સ્ટેડિયમનું આબેહુબ ચિત્ર બનાવી શકતા હોય. એન્ડી બ્રાઉન એક ઉચ્ચ કક્ષાનો ચિત્રકાર છે અને મૂળ ઇંગ્લેન્ડનો રહેવાસી છે. એન્ડી બ્રાઉનના સ્કેચની પ્રશંસા રાહુલ દ્રવિડ ઉપરાંત ઘણા ખેલાડીઓએ કરી છે.