- પાકિસ્તાન સેમિફાઇનલમાં પ્રવેશ કરવા ઇંગ્લેન્ડને હરાવવાના પ્રયાસ કરશે
- નેધરલેન્ડ્સની ટીમ 37.2 ઓવરમાં 179 રનના સ્કોરે ઓલઆઉટ
- ઇંગ્લેન્ડે આઠ મેચમાં બે વિજય અને છ પરાજયના પરિણામ મેળવ્યા
ઇંગ્લેન્ડે આખરે વર્લ્ડ કપમાં સતત મળેલા પાંચ પરાજય બાદ વિજયનો સ્વાદ ચાખ્યો હતો. પૂણેના મેદાનમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામે પ્રથમ બેટિંગ કરતી વખતે બેન સ્ટોક્સની સદી વડે નવ વિકેટે 339 રન બનાવ્યા હતા. તેના જવાબમાં નેધરલેન્ડ્સની ટીમ 37.2 ઓવરમાં 179 રનના સ્કોરે ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડે આઠ મેચમાં બે વિજય અને છ પરાજયના પરિણામ મેળવ્યા છે. તે 11મી નવેમ્બરે પાકિસ્તાન સામેની આગામી મેચ જીતે તો તે ચેમ્પિયન્સ ટ્રોફી માટે ક્વોલિફાય કરશે. બીજી તરફ પાકિસ્તાન પણ સેમિફાઇનલમાં પ્રવેશ કરવા ઇંગ્લેન્ડને હરાવવાના પ્રયાસ કરશે. ઇંગ્લેન્ડના ઓપનર ડેવિડ મલાને આક્રમક બેટિંગ કરીને 10 બાઉન્ડ્રી તથા બે સિક્સર વડે 74 બોલમાં 84 રનની ઇનિંગ રમી હતી. સ્ટોક્સે 83 બોલમાં 108 રનનું યોગદાન આપ્યું હતું. સ્ટોક્સને અંતિમ ઓવર્સમાં ક્રિસ વોકિસનો શાનદાર સાથ મળ્યો હતો જેણે 45 બોલમાં 51 રન બનાવ્યા હતા.


