- બાળકને કૃત્રિમ શ્વાસ આપી સલામત રીતે વડનગર સરકારી હોસ્પિટલમાં ખસેડયા
- ઈ.એમ.ટી.એ સુજબુજથી નાળ સરકાવી બાળકને કૃત્રિમ શ્વાસ આપી બચાવ્યું હતુ
- 108ના ઈ.આર.સી.પી.ડોક્ટર રાકેશના માર્ગદર્શને વડનગર સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મુઝાહિદપુરા ગામની એક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતા ખેરાલુ 108ને જાણ કરાઈ હતી.108ની ટીમે સમયસર કોલના સ્થળે પહોંચી સગર્ભાની તપાસ કરતા ઈ.એમ.ટી.ને તાત્કાલિક ડિલિવરીની ફરજ પડી હતી.જોકે બાળકના ગળાની આસપાસ નાળ ફ્સાયેલ હતી.તો બાડક રડતું ન હોવાથી ઈ.એમ.ટી.એ સુજબુજથી નાળ સરકાવી બાળકને કૃત્રિમ શ્વાસ આપી બચાવ્યું હતુ.તો માતા અને બાળકને સલામત રીતે વડનગર સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડયું હતુ.
ખેરાલુ તાલુકાના મુઝાહિદપુરા ગામમાં રહેતા ફ્રજાનબેન ઈરફાન ભાઈ જુનકિયાને ડિલિવરીનો દુઃખાવો ઉપડતા ઈરફાન ભાઈએ 108 નો સંપર્ક કર્યો હતો અને 108 એમ્બ્યુલન્સ ખેરાલુ પર ફરજ બજાવતા ઈ.એમ.ટી.ગીતાબેન તથા પાયલટ રાજુભાઈ પ્રજાપતિને તેમનો કેસ અસાઈન થતાં તેઓ તરતજ મુઝાહિદપુરા ગામમાં પહોચી ગયા હતા.ફ્રજાનબેનને ડિલિવરીનો અસહ્ય દુઃખાવો હતો.ત્યારે ઈરફાન ભાઈએ ઈ.એમ.ટી.ને જણાવ્યું કે ડિલિવરી થવાની શક્યતા છે,તેથી ગીતાબેને એમ્બ્યુલન્સમાં રહેલી ડિલિવરી કીટ લઈ તરતજ ફ્રજાનબેન પાસે જઈ ડિલિવરીની તૈયારી કરી લીધી અને ત્યારે જાણવા મળ્યું કે બાળકનું માથું બહાર આવી ગયું છે અને બાળકનાં ગળાની આસપાસ નાળ વીંટળાઈ ગઈ છે.ત્યારે ઈ.એમ.ટી.ગીતાબેને તેમની સૂઝબૂઝથી ગળાની નાળ એકતરફ્ સરકાવીને નાળને કટ કરી બાળકની સફ્ળ ડિલિવરી કરવી હતી.પરંતુ બાળક રડતું ન હતું અને બેભાન હાલતમાં હતું એટલે ઈ.એમ.ટી.એ તરતજ બાળકના મો માંથી તથા નાક માંથી શકશન કર્યું અને સી.પી.આર. તથા બી.વી.એમ.દ્વારા કુત્રિમ શ્વાસ આપવાનું શરુ કર્યું હતુ.તેથી થોડા સમય બાદ બાળકે રડવાનું શરુ કર્યું અને તરતજ ઈ.એમ.ટી.એ 108ના ઈ.આર.સી.પી.ડોક્ટર રાકેશનો સંપર્ક કર્યો હતો અને તેમના માર્ગદર્શન પ્રમાણે બાળક તથા માતાને એમ્બ્યુલન્સમા વડનગર સરકારી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતા.


