- સીબીટીએ માર્ચ 2021માં વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો
- દેશના કરોડો કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ અને ખુશીના સમાચાર છે
- છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ વર્ષે EPFOએ સૌથી વધારે વ્યાજ દર નક્કી કર્યો છે
દેશના કરોડો કર્મચારીઓ માટે મહત્ત્વપૂર્ણ અને ખુશીના સમાચાર છે. દેશના રિટાયરમેન્ટ ફંડ એકમ EPFOએ શનિવારે વર્ષ 2023-24 માટે EPFO ફંડ પર મળનારા વ્યાજનો દર નક્કી કર્યો છે. આ વર્ષે કર્મચારીઓને પીએફ ફંડ પર 8.25 ટકાના દરે વ્યાજ મળશે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આ વર્ષે EPFOએ સૌથી વધારે વ્યાજ દર નક્કી કર્યો છે. માર્ચ 2023માં કર્મચારી ભવિષ્યનિધિ ફંડમાં સરકારે 2022-23 માટે વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો જ્યારે 2021-22 માટે આ વ્યાજ દર 8.10 ટકા હતો. માર્ચ 2022માં EPFOએ 2021-22 માટે વ્યાજ દરને છેલ્લા ચાર દાયકાની તુલનામાં ઓછો કરતા 8.1 ટકા કર્યો હતો જે 1977-78 બાદ સૌથી ઓછો હતો. EPFOમાં નિર્ણય લેનાર એક સીબીટીએ શનિવારે મળેલી બેઠકમા કર્મચારી ભવિષ્યનિધિ માટે વર્તમાન નાણાવર્ષ માટે વ્યાજદર 8.25 ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. સીબીટીએ માર્ચ 2021માં વ્યાજ દર 8.15 ટકા નક્કી કર્યો હતો. ઉલ્લેખનીય છે કે EPFOએ જાન્યુઆરી મહિનામાં જ આધાર કાર્ડને જન્મતારીખ માટે સ્વીકાર્ય દસ્તાવેજ માનવાનો ઇનકાર કર્યો હતો.


