- તાવને લીધે એક માસના બાળકનું મોત
- પાંડેસરામાં બાળક બે દિવસથી હતું બીમાર
- સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત
સુરતમાં રોગચાળાએ વધુ એક બાળકનો લીધો ભોગ લીધો છે. જેમાં તાવને લીધે એક માસના બાળકનું મોત થયુ છે. તેમાં પાંડેસરામાં બાળક બે દિવસથી બીમાર હતું. ત્યારે સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયુ છે. મૃતક બાળકનો પરિવાર મૂળ બિહારનો છે.
પરિવારજનો તથા સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઇ
એક મહિનાના બાળકનું બીમારીમાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જેમાં બાળકનું સારવાર દરમિયાન મોત થયુ છે. પાંડેસરા વિસ્તારની આ ઘટના છે. તેમાં બાળક બે દિવસથી બીમાર હતુ. પ્રથમ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બાદમાં સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયું હતુ. બાળકનો પરિવાર મૂળ બિહારના છે તેમાં હાલ પાંડેસરા વિસ્તારમાં રહે છે. આ ઘટનાથી પરિવારજનો તથા સ્થાનિકોમાં શોકની લાગણી ફેલાઇ છે.
શહેરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રોગચાળો
શહેરમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો તાજેતરમાં લિંબાયત વિસ્તારમાં એક પાંચ વર્ષીય બાળકીનું રોગચાળામાં મોત નીપજ્યું હતુ. પાંચ દિવસથી તાવમાં સપડાયેલી બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજતાં પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. લિંબાયત વિસ્તારમાં આવેલા સંતોષનગરમાં રહેતા સંતોષભાઈ દાસ રેલવે સ્ટેશન પાસે હોટલમાં કૂક તરીકે નોકરી કરે છે. તેમની પાંચ વર્ષની દીકરી તાન્યાને તાવ આવતો હતો.
ઘર નજીક આવેલા હોસ્પિટલમાંથી સૌ પ્રથમ દવા લીધી
ઘર નજીક આવેલા હોસ્પિટલમાંથી સૌ પ્રથમ દવા લીધી હતી. પરંતુ તબીયતમાં કોઈ સુધારો થયો નહોતો. ઉલટાની તબિયત ખરાબ થતી જતી હતી. જેના કારણે તેણી બેભાન થઈ ગઈ હતી. સંતોષભાઈની 5 વર્ષીય પુત્રી તાન્યાની તબિયત વધુ લથડી પડી હતી. તબિયત વધુ લથડતા તે બેભાન થઇ ગઈ હતી. જેથી સારવાર માટે તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જેથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.


