- શિયાળાની ઋતુમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ફેલાતો હોય છે
- ગત મહિનાથી ઓપીડીમાં વધારો થઈને 600 થી 700 થઇ
- દરરોજના 200 થી 250 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નિદાન
જુનાગઢમાં રોગચાળાએ ભરડો લીધો છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં દરરોજની 600 થી 700 ની ઓપીડી સામે દરરોજના 250 કેસ વાયરલ ઇન્ફેક્શનના સામે આવ્યા છે. શિયાળાની ઋતુ શરૂ થતા જ માંદગીના ખાટલાઓ શરૂ થયા છે. ત્યારે હવે શિયાળાની ઋતુમાં જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં ધરખમ વધારો થયો છે.
ગત મહિનાથી ઓપીડીમાં વધારો થઈને 600 થી 700 વધી
સામાન્ય રીતે દરરોજના 400 થી 500 ની ઓપીડી નોંધાતી હતી. જેની સામે હાલમાં ગત મહિનાથી ઓપીડીમાં વધારો થઈને 600 થી 700 જેટલા દર્દીઓ જુદી જુદી મેડિકલ તપાસ માટે આવ્યા હોવાનું નોંધાયું છે. જેમાંથી દરરોજના 200 થી 250 દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નિદાન થયા છે. વાતાવરણમાં પલટો અને મિશ્ર ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા સહિતના બેક્ટેરિયા વાળા વાઇરસના ફેલાવાથી રોગચાળો વકર્યો છે.
શિયાળાની ઋતુમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ફેલાતો હોય છે
શિયાળાની ઋતુમાં ઇન્ફ્લુએન્ઝા વાઇરસ ફેલાતો હોય છે જેના લીધે નાકમાં શરદી ભરાઈ જવી સાથે ગળું સુકાઈ જવું, ગળું બળવું જેવા લક્ષણો જોવા મળતા હોય છે. વધુમાં વધુ સ્કૂલના બાળકોમાં આર.એસ.એલ.વી નામના વાયરસનો ખતરો વધારે રહેતો હોય છે તેમજ શિયાળામાં વહેલી સવારે સ્ટોકનું પ્રમાણ વધતાં લકવો, અસ્થમા તેમજ સીઓપીડીના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આમ સિવિલ હોસ્પિટલમાં એકજ માસમાં 7500 જેટલા દર્દીઓ વાયરલ ઇન્ફેક્શનના નોંધાતા ખળભળાટ મચી છે. લોકોએ પણ થોડી સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી છે.


