- ગ્લોબલ ટ્રેડ શોમાં કર્યા 3 પ્રોજેક્ટ માટેના MOU
- કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
- 30 હજાર કરોડના ગ્રીન હાઈડ્રોજન ઇલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ સ્થાપશે
રાજ્યના સૌથી મોટા અને ઉદ્યોગ વેપાર માટે મહત્વના ટ્રેડ શો એવા વાઈબ્રન્ટ ગુજરાતના ટ્રેડ શોમાં સૌથી મોટા કરાર સામે આવ્યા છે. આ વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાતના ટ્રેડ શોમાં એસ્સારના 55000 કરોડના MOU કરવામાં આવ્યા છે. જેનાથી મોટી પ્રમાણમાં સસ્તી વીજળી મળશે.
આ માટે વિવિધ માધ્યમો માટે વાઈબ્રન્ટ સાથે કરાર કરવામાં આવ્યા છે. જેમાં કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવા માટે એસ્સાર ના 3 મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માટે MOU કરવામાં આવ્યા છે. આ વચ્ચે 30 હજાર કરોડના ગ્રીન હાઈડ્રોજન ઇલેક્ટ્રોલાઈઝર પ્લાન્ટ માટે MOU કરવામાં આવ્યા છે. જેમાં એસ્સાર દ્વારા ગુજરાતમાં 1200 મેગા વોટ પવાર પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવશે. નોંધનીય છેકે, આ પાવર પ્લાન્ટથી ગુજરાતને સસ્તી વીજળી મળશે.
જયારે બીજી તરફ ESAAR પોર્ટમાં 10 હજાર કરોડના ખર્ચે કોમર્શિયલ પોર્ટ બનાવવા માટેનો પણ મહત્વનો MOU કરવામાં આવ્યો છે. જેના મદદથી સલાયા પોર્ટ પર ગ્રીન મોબીલીટીના કન્સેપ્ટ પર કોમર્શિયલ પોર્ટ બનાવવામાં આવશે. એટલું જ નહીં આ પોર્ટમાં ઉપયોગ થનારા વાહનો EV અને ગ્રીન વ્હીકલનો ઉપયોગ કરવામાં આવશે.


