- ગણતરીમાં પાણી સહિતના ઘાંસિયા મેદાન,વન વગડા અને જંગલના પક્ષીઓની નોંધ કરવામાં આવી
- 3 અને 4 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યના વન વિભાગે પક્ષી ગણતરીનું આયોજન કર્યું
- ગણતરી કુલ 44 ઝોન માં 44 ટીમ દ્વારા ગણતરી કરાઈ
નળરોવર પક્ષી અભયારણ્યમાં બે વર્ષ બાદ ફ્રીવાર તા.3 અને 4 ફેબ્રુઆરીનાં રોજ રાજ્યના વન વિભાગે પક્ષી ગણતરીનું આયોજન કર્યું હતું.જેમા વનવિભાગના હોફ્ અધિકારી યુ.ડી. સિંઘ,ચીફ્ વાઇલ્ડ લાઇફ્ વોર્ડન ગાંધીનગર એન.શ્રીવાસ્તવ,વન્ય જીવ વર્તુળ નાં વન સંરક્ષક રાજ સંદીપ,નાયબ વન સંરક્ષક પ્રિયંકાબેન ગેહલોતના માર્ગદર્શન માં નળસરોવર અભયારણ્ય વિસ્તારમાં પક્ષી ગણતરીની કામગીરી કરવામાં આવી હતી.પક્ષી ગણતરી માટે આપણા રાજ્ય સહિત દેશના વિવિધ ગામો માંથી 116 જેટલા પક્ષીવિદ આવ્યા હતા.અભયારણ્ય વિસ્તાર મા કુલ 40 ઝોન અને ઇકો સેનસેટિવ ઝોન 4 એમ કુલ 44 ઝોન માં 44 ટીમ દ્વારા ગણતરી કરાઈ હતી.પક્ષીવિદો સાથે છ રેન્જ ફેરેસ્ટ ઓફ્સિર,પંદર ગાર્ડ,એસ આર પી પોલીસ તેમજ બોટમેનો કામગીરીમાં જોડાયા હતા.ગણતરી દરમિયાન 250 થી વધુ જાતોના અંદાજિત અઢી લાખ જેટલા પક્ષીઓની હાજરીનું અનુમાન થયું છે. આ વર્ષે પાણીના પક્ષીઓ,વન વગડાના પક્ષીઓ,ઘાંસિયા મેદાનના પક્ષીઓ તથા જંગલ નાં પક્ષીઓ પણ નોધવામાં આવ્યા હતા.વર્ષ 2022 ની ગણતરીમાં 142 પ્રજાતિના કુલ 2,54,128 જેટલા પક્ષીઓ નોંધાયા હતા.


