- યુનિવર્સિટીનો પદવીદાન પૂર્ણ થયા છતાં વિવાદમાં
- 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ પદવી માટે રાહ જોઈને બેઠા
- વિધાનસભાનું સત્ર-બજેટ આવવાથી પ્રિન્ટિંગમાં થોડો વિલંબ થયો છે
ગુજરાત યુનિવર્સિટીમાં પદવીદાન યોજાયાના 22 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓને પદવી મળી ન હોવાનું વિદ્યાર્થીઓ મારફતે જાણવા મળ્યું છે. જોકે આ અંગે યુનિવર્સિટીના સત્તાધીશોનું કહેવું છે કે, પ્રિન્ટીંગનું કામ સરકારી પ્રેસમાં કરાવવામા આવે છે. વિધાનસભાનું સત્ર-બજેટ આવવાથી પ્રિન્ટિંગમાં થોડો વિલંબ થયો છે, પરંતુ બે-ત્રણ દિવસમાં જ વિતરણ શરૂ કરી દેવાશે. જોકે પદવીદાન સમારોહ પૂર્ણ થયાના આટલા દિવસો બાદ પણ પદવી ન મળતા વિદ્યાર્થીઓ રાહ જોઈને બેઠા છે. મહત્વનું છે કે, આ વખતનો ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન ભારે વિવાદમાં પણ રહ્યો છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ગત તા.19 જાન્યુઆરીના રોજ 72મો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં 51,622 વિદ્યાર્થીઓને પદવી, ડિપ્લોમા અને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યાં હતા. દીક્ષાંત સમારોહના દિવસે માત્ર મેડિલ અર્પણ કરવામાં આવે છે. એ પછી અઠવાડીયા-દસ દિવસમાં વિદ્યાર્થીઓને પોસ્ટ મારફતે પદવી તેમના સરનામે મોકલી દેવામાં આવે છે. આ વખતે પદવીદાનના 22 દિવસ બાદ પણ વિદ્યાર્થીઓને પદવી ન મળતાં શિક્ષણ આલમમાં પણ ભારે ચકચારી મચવા ઊઠી છે. આ વખતે પદવીદાન સમારોહમાં ગોલ્ડ મેડલ અને પારિતોષિક એનાયત કરવામાં ભારે અવ્યવસ્થા જોવા મળી હતી. જે સેન્ટર છેલ્લા એક-બે વર્ષથી વપરાશમાં લેવાઈ ગયુ છે તેવા અટલ કલામ સેન્ટરનું ઉપરાષ્ટ્રપતિના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું


