- પાકિસ્તાનનું વર્લ્ડકપ 2023માં નિરાશાજનક પ્રદર્શન રહ્યું
- પાકિસ્તાને 9 મેચમાંથી 4 જીત્યું અને 5 મેચ હાર્યું
- બાબર આઝમનું વર્લ્ડકપમાં જોરદાર પ્રદર્શન
વર્લ્ડકપ 2023થી પાકિસ્તાનનું અભિયાન સમાપ્ત થઈ ગયું છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા પાકિસ્તાન ટીમને ટાઈટલની પ્રબળ દાવેદાર માનવામાં આવતી હતી, પરંતુ જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ ત્યારે ચિત્ર અલગ જ જોવા મળ્યું.પાકિસ્તાનની ટીમ સેમી ફાઇનલમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી. આ દરમિયાન પાકિસ્તાની ફેન્સ તેમનાથી ખૂબ નારાજ જોવા મળ્યા હતા અને આકરી ટીકા કરી હતી.
પાકિસ્તાનની ટીમનું ભવ્ય સ્વાગત
આ જ કારણ છે કે ખેલાડીઓ ડરતા હતા કે જો તેઓ પાકિસ્તાન પરત ફરશે તો તેમને પાકિસ્તાની ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડશે, પરંતુ ચિત્ર બિલકુલ ઊલટું જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો તેમનું ભવ્ય સ્વાગત કરતા જોવા મળે છે. આ દરમિયાન ક્રિકેટ પ્રેમીઓમાં તેની સાથે સેલ્ફી લેવાની સ્પર્ધા ચાલી હતી. જોકે, સુરક્ષાકર્મીઓએ લોકોને તેમનાથી દૂર રાખ્યા હતા. આ દરમિયાન કેટલાક ફેન્સ ‘બાબર આઈ લવ યુ’ બૂમો પાડતા પણ જોવા મળ્યા હતા.
વર્લ્ડ કપ 2023માં બાબર આઝમનું પ્રદર્શન
વર્લ્ડકપ 2023માં બાબર આઝમે પોતાની ટીમ માટે કુલ નવ મેચ રમી હતી. આ દરમિયાન તે નવ ઇનિંગ્સમાં 320 રન બનાવવામાં સફળ રહ્યો હતો. બાબરે વર્લ્ડકપ 2023માં એક પણ સદી ફટકારી ન હતી. આ સાથે જ તે ચાર ફિફ્ટી ફટકારવામાં સફળ રહ્યો. આ સમયગાળા દરમિયાન, અફઘાનિસ્તાન સામે રમાયેલી તેની 74 રનની ઈનિંગ તેની વ્યક્તિગત સર્વોચ્ચ ઈનિંગ્સ હતી.


