લોકશાહીના મહાપર્વમાં સહભાગી થવા માટે લોકોમાં જાગૃતતા આવે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે આ પ્રયાસના ભાગરૂપે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને એવીએમ મશીનનું ડેમોસ્ટ્રેશન શરૂ કરાયું છે જેમાં વહીવટી તંત્ર દ્વારા પ્રદર્શન યોજીને લોકોને માહિતી આપવામાં આવી રહી છે ત્યારે ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે પણ ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડા ની ઉપસ્થિતિમાં ઇવીએમ મશીનના ડેમોસ્ટ્રેશનનો પ્રારંભ કરાયો હતો
પાટણ જિલ્લામાં મતદાર યાદીની સુધારણા ઝુંબેશ બાદ હવે આખરી યાદી તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે ત્યારે બીજી તરફ મતદારોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાના કેમ્પેઇન શરૂ કરવામાં આવેલ છે ત્યારે આ કેમ્પેઇનમા વોટ કેવી રીતે આપવાથી લઈને ઇવીએમ કેવા પ્રકારે સુરક્ષિત છે તેની તમામ જાણકારી મતદારોને આપવા માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાન્યુઆરી થી ઇવીએમ ના નિર્દેશનના જાહેર કાર્યક્રમ યોજવામાં આવી રહેલ છે
આગામી લોકસભાની ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ થવાની છે તો બીજી તરફ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદારો માટે ઇવીએમને લઈને મતદારોમાં અનેક મૂંઝવણ હોય છે તેથી તેઓની તમામ મૂંઝવણ દૂર થાય અને લોકો લોકશાહીના આ પર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ડેમોસ્ટ્રેશન દ્વારા તેઓને કઈ રીતે મત આપવો તે વિશેની સમજ અને ઇવીએમ ને લઈને અનેક માહિતીઓ પ્રાપ્ત થઈ રહી છે
પ્રથમવાર મતદાર બનેલા યુવાનોને પણ ઇવીએમ અને વિવિધ ફંકશન દર્શાવવામાં આવશે આ ઉપરાંત મતદાન વધે અને જે મતદાન મથકોમાં મતદાન ઓછું થાય છે ત્યાં પણ મોટા પ્રમાણમાં મતદાન થાય તે માટે મતદાર જાગૃતિના કાર્યક્રમો શરૂ કરવામાં આવે છે લોકોની વધુમાં વધુ ભાગીદાર થાય તેમ જ વધુ લોકો નિર્દર્શન કેન્દ્રોની મુલાકાત લઇ જાણકારી મેળવવી અને લોકશાહીના પર્વમાં સહભાગી થાય તેમ ચાણસ્મા મામલતદાર ભગવતીબેન ચાવડા દ્વારા જણાવ્યું હતું
ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે ઇવીએમ ડેમોસ્ટ્રેશનનો મામલતદારની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો.


