- વર્ષ 2019 IPL સટ્ટાકાંડમાં તપાસનો ધમધમાટ
- વડોદરામાં રૂ.1.39 કરોડ સાથે પૂર્વ ક્રિકેટરની ધરપકડ
- પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની SOGએ 7 કલાક કરી પૂછપરછ
વર્ષ 2019 IPL સટ્ટાકાંડમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જેમાં વડોદરામાં રૂ.1.39 કરોડ સાથે પૂર્વ ક્રિકેટરની ધરપકડ કરવામાં આવી છે. તેમાં પૂર્વ ક્રિકેટર તુષાર આરોઠેની SOGએ 7 કલાક પૂછપરછ કરી છે. તેમજ પુત્ર રિશી આરોઠે બેંગ્લોરથી રૂપિયા મોકલ્યાની કબૂલાત કરી છે.
સાગરીતો 38 લાખ પૂનામાં પહોંચાડવાના હોવાનો ખુલાસો થયો
આંગડિયા પેઢીમાં કોડવર્ડ બતાવ્યા બાદ પૈસાનો થેલો મળ્યો હતો. રિશીએ મોકલેલી રૂ.10ની ચલણી નોટથી ડિલેવરી લીધી હતી. તેમજ રિશીનો ભાગ કાઢી બાકીના રૂપિયા અન્યને પહોંચાડવાની વાત પણ કરવામાં આવી છે. તેમજ અન્ય નાણાં કોને પહોંચાડવાના હતા તેનું રહસ્ય અકબંધ છે. રિશી આરોઠેનો 1.39 કરોડમાં કેટલો ભાગ હતો તે તપાસ થઇ રહી છે. રિશીએ સાગરીતોને ઇન્દોરથી 38 લાખ લેવા બોલાવ્યા હતા. તથા સાગરીતો 38 લાખ પૂનામાં પહોંચાડવાના હોવાનો ખુલાસો થયો છે.
₹10 ની ચલણી નોટનો મોકલાવેલ ફોટા પરથી ડીલેવરી લીધી
વિક્રાંત રાજપતવાર, અમિત જળીત બન્ને રિશીના સાગરિતો છે. રિશી આરોઠે 2019માં IPL પર સટ્ટો રમાડતા ઝડપાયો હતો. રિશી વડોદરા આવ્યા બાદ જ સમગ્ર પ્રકરણની પોલીસને માહિતી મળશે. જેમાં રિશીએ આંગડિયા પેઢીમાં પિતાએ મોકલેલ ₹10 ની ચલણી નોટનો મોકલાવેલ ફોટા પરથી ડીલેવરી લેવા માટે નંબર લખાવ્યો હતો. આંગડિયા પેઢીમાં તુષાર આરોઠે એ ₹10 ની ચલણી નોટ બતાવ્યા બાદ પેઢીમાંથી રૂપિયા ભરેલો થેલો મળ્યા હતો.


