- ઈરાનમાં ફાંસી આપવાનું પ્રચલન સૌથી વધુ
- યુનો પણ ઈરાનના આ કૃત્ય સામે લાચાર
- ઈરાને એક વર્ષમાં 409 લોકોને ફાંસીએ લટકાવ્યા
ઈરાન દેશમાં ફાંસીની સજા આમ તો સામાન્ય છે પરંતુ આ વર્ષે તો આમાં જાણે ઘોડાપૂર આવ્યું છે. જાન્યુઆરીથી ઑક્ટોબર વચ્ચે ચાલુ વર્ષે ઈરાનમાં 604 લોકોને ફાંસી અપાઈ હતી. મૃતકોમાં મોટાભાગના લધુમતી વર્ગના લોકો હતા. અથવા તો ઈરાનના કડક નિયમો પાળવામાં આનાકાની કરી હોય તેવા લોકો હતા. ઈરાને પોતાના એક નાગરિકને તાજેતરમાં ઈઝરાયલના ગુપ્તચર તંત્ર મોસાદ માટે કામ કરવામાં દોષિત જાહેર કરી ફાંસી આપી દીધી હતી. ગુપ્ત દસ્તાવેજોના આધાર બનાવી ઈરાન ફાંસી આપેલા શખ્સ સામે જાસૂસીનો આરોપ લગાવ્યો હતો. એક રિપોર્ટ અનુસરા છેલ્લા 10 દિવસમાં 42 લોકોને ઈરાની વહીવટી તંત્રએ મોતને ઘાટ ઉતાર્યા છે. આ રીતે જોવા જઈએ તો દર છ કલાકમાં એક શખ્સને ફાંસી અપાઈ છે. ઈરાન આંતરિક સમસ્યાઓ સાથે સતત ઝઝૂમી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા છે ત્યાંની અર્થવ્યવસ્થા અને ઈરાનમાં લાગુ ઈસ્લામિક કાયદો. અહીંની સરકારે ઈસ્લામિક કાયદાઓને લઈ મહિલાઓ પર પ્રતિબંધ અને સંખ્યાબંધ ફાંસીની સજા આપી રહી છે.
ઈરાનને લઈ કામ કરનારી માનવાધિકાર સંગઠનો અનુસાર મહસા અમીનીની પોલીસ કસ્ટડીમાં થયેલા મોત પછી હિજાબ વિરોધી પ્રદર્શન થયા. જેમાં આશરે 229 લોકોને ફાંસી આપી દેવાઈ છે. આ વર્ષે નવેમ્બરમાં યુનોએ ઈરાનમાં ફાંસી આપવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરી નારાજગી દર્શાવી હતી. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે 419 લોકોને ફાંસી મળી ચૂકી છે, જે 30 ટકાથી પણ વધુ છે. એક અન્ય રિપોર્ટ પ્રમાણે આ વર્ષે 10 મહિનામાં 604 લોકોને મોતની સજા રૂપે ફાંસી મળી છે. આ સંખ્યા છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ છે. વર્ષ 2015માં 972 લોકોને ઈરાને ફાંસી આપી હતી.
ઈરાનમાં લઘુમતી નિશાન પર
નવેમ્બરમાં જે લોકોને ફાંસીના માંચડે ચઢાવ્યા હતા તેમાં બે મહિલા અને એક બાળક સામેહ હતું. મૃતકોમાં સૌથી વધુ કુર્દિશ અને બલૂચી લોકો છે. કુર્દિશ અને બલૂચી વસતી ઈરાનમાં લઘુમતીમાં છે. ઈરાનની બહુમતી વસતી શિયા છે. આ ઉપરાંત સરકાર વિરોધી પ્રદર્શનોની આગેવાની કરનાર લોકો પણ ઈરાની વહીવટી તંત્રના નિશાન પર છે. શાહીન ગોબાદી જે ઈરાન સરકારની કડક વિરોધી માનવામાં આવે છે. તેના કહેવા પ્રમાણે ઈરાનની સરકાર પોતાના જ દેશના લોકો સાથે યુદ્ધ લડી રહી છે. આ એટલા માટે થઈ રહ્યું છે જેથી પ્રદર્શન ઉગ્ર ન બને. ઈરાનના સત્તા વિરોધી નેતા અને નવયુવાન પશ્ચિમી દેશો પાસે એવી માંગ કરી રહ્યા છે કે તેઓ ઈરાનની આ કડક સરમુખ્યતાર શાહી સામે નક્કર પગલાં ઉઠાવે.


