- એરપોર્ટ થી ગાંધીનગર સુધી લાવવા-લઈ જવા સુવિધા
- દેશ-વિદેશથી આવતા ઈન્વેસ્ટરો માટે વ્યવસ્થા કરાઈ
- મોંઘી ગાડીઓનું એડવાન્સ બુકિંગ કરી દેવાયું છે.
ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોમાં વિઝિટિંગ તરીકે 100 જ્યારે પાર્ટનર દેશ તરીકે 33 દેશ ભાગ લેશે. જેને લઈને ગુજરાત સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ની તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ત્યારે દેશ-વિદેશમાંથી મહેમાનો ગુજરાતમાં આવનાર છે. વાયબ્રન્ટ ગુજરાતમાં આવતાં વિવિધ દેશોના મહેમાનોને લાવવા તથા લઈ જવા માટે મોંઘીદાટ કારોનું બુકિંગ કરવામાં આવ્યું છે.
દેશ-વિદેશના મહેમાનો માટે વ્યવસ્થા કરાઈ
વાયબ્રન્ટ સમિટ 2024 સમિટની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં થઈ ગઈ છે. વાયબ્રન્ટ ગુજરાતમાં 35 દેશોના વિદેશી મહેમાનો આવનાર છે. વાયબ્રન્ટ ગુજરામાં આવનારા દેશ-વિદેશના ઈન્વેસ્ટરોની સાથે તેમના ડેલિગેશન પણ ગુજરાતમાં આવવાના છે. આ સાથે જ ગુજરાતમાં આવનારા ડેલિગેશનને ગુજરાતના જોવા લાયક સ્થળોએ ફરવા માટે પણ ગાડીઓની જરૂર પડશે. જેથી સરકારે આગોતરી તેમના માટે વાહનની તૈયારીઓ કરી લીધી છે.
મોંઘીદાટ ગાડીઓ બુક કરાવી
ગુજરાત સરકારે તમામ ડેલિગેશન માટે તૈયારીઓ કરી લીધી છે ત્યારે વાઈબ્રન્ટ સમિટમાં આવનારા વીવીઆઈપી મહેમાનો માટે અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર લઈ જવા માટે મોંઘીદાટ ગાડીઓ બુક કરવામાં આવી છે. ગુજરાત સરકારે દેશ-વિદેશથી આવનારા ડેલિગેટ્સ માટે 400થી વધુ મોંઘીદાટ ગાડીઓ બુક કરી છે. જેમાં મોંઘી ગાડીઓમાં મર્સિડીઝ, ઓડી, બીએમડબલ્યુ અને ઈનોવા સહિતની મોંઘી ગાડીઓનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 નું ઉદ્ઘાટન 9 જાન્યુઆરી એ થશે. ત્યાર બાદ 10 જાન્યુઆરી અને 11 જાન્યુઆરીના રોજ બિઝનેસ વિઝિટર્સ માટે ખુલ્લો રહેશે અને તારીખ 12જાન્યુઆરી અને 13 જાન્યુઆરી રોજ જાહેર જનતા માટે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ખુલ્લો રહેશે.


