IPL 2026 માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. 16 ડિસેમ્બરના રોજ અબુધાબીમાં ઇન્ડીયન પ્રીમિયર લીગની હરાજી થઈ હતી. IPL 2026 ની મીની હરાજી ઘણી રીતે આશ્ચર્યજનક હતી. ફ્રેન્ચાઈઝીઓ કોઈ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો તો અનુભવી દિગ્ગજ ખેલાડીઓ સાવ મામૂલી કિમંતે વેચાયા. આ ઓકસનમાં કાવ્યા મારને પોતાની તિજોરી ખોલી સનરાઇઝર્સ હૈદરાબાદ લિવિંગસ્ટન માટે રૂપિયાનો વરસાદ કર્યો. તો ડેવિડ મિલર જેવા ખેલાડીઓ માટે જયાં ઉચી બોલી લગાવાશે તેવી અપેક્ષા હતી તેનાથી સાવ ઉલટું થયું. ડેવિડ મિલર સહિતા આ દિગ્ગજ ખેલાડીઓનો આઈપીએલ ઓકસનમાં ફિયાસ્કો થયો.


