- VTD હેઠળ રજીસ્ટર નહી કરાવનાર વાહનો સામે કાર્યવાહી થશે
- ગેરકાયદે ખનિજ ખનન પ્રવૃત્તિ બેફામ બની
- ખાણ ખનિજ વિભાગ લાંલ આંખ કરી કાર્યવાહી કરનાર હોવાનું પણ જાણવા મળેલ
ખનીજ વહન કરતા વાહનોમાં જીપીએસ સિસ્ટમ આધારિત વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ રજીસ્ટ્રેશન ફરજીયાત કરાયા બાદ જેની મુદતમાં વધારો કર્યા પછી જેની મુદત તા.15 મી ડિસેમ્બરે પૂર્ણ થતા આ સિસ્ટમ નહીં કરાવનાર વાહનોની રોયલ્ટી નિકળવાની બંધ થશે તો ફરી અનેક વાહનોના પૈડા થંભી જશે. જે સાથે જ વીટીડી હેઠળ રજીસ્ટર ન કરાવનાર વાહનો સામે કડક કાર્યવાહી હાથ ધરાશે તેમ પણ બિનસત્તાવાર જાણવા મળી રહ્યું છે.
ગેરકાયદે ખનિજ ખનન પ્રવૃત્તિ બેફામ બની જતા તેને રોકવા રાજ્યના ખાણ ખનિજ વિભાગે ત્રીજી નવેમ્બરથી ખનિજ કરનાર તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ રજિસ્ટ્રેશન ફરજીયાત કરતા અનેક વાહનમાલિકો ભારે મૂંઝવણમાં મુકાતા રજીસ્ટ્રેશનની મુદતમાં વધારો કરવા છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યના અનેક એસોસિએશન દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવતા આખરે સરકારે માગણીને ધ્યાને રાખી રજીસ્ટ્રેશનની મુદત લંબાવી અંતિમ તા.15 ડિસેમ્બર સુધી કરી આપી હતી. પરંતુ તેમ છતાં અનેક વાહન ચાલકોએ આ માટે બેદરકારી દાખવેલ હોવાનું જાણવા મળેલ છે. ખાણ કામ સાથે સંકળાયેલા વાહનોમાં જીપીએસ આધારિત વીટીડી રજીસ્ટ્રેશન ફરજિયાત કર્યા બાદ જેની મુદતમાં વધારો કરવાની સાથે અનેક પ્રયત્નો ખાણ ખનિજ વિભાગ દ્વારા કરવામાં આવેલ હોવા છતાં અનેક વાહનમાલિકોએ આ કામગિરી માટે ઉત્સાહ નહી દાખવી નિષ્કાળજી દાખવતા હવે તેઓ પોતાના વાહનોની રોયલ્ટી નહી નિકળવાના ડર થી જીપીએસ આધારિત વીટીડી રજીસ્ટ્રેશન માટે દોડતા થયા છે. બિનસત્તાવાર જાણવા મળેલ મુજબ, પાસ પરમીટ ધરાવનાર વાહન માલિકો જીપીએસ સિસ્ટમ આધારિત વ્હીકલ ટ્રેકિંગ ડિવાઇસ રજીસ્ટ્રેશન નહી કરાવેલ હોય તો તેવો સામે હવે ખાણ ખનિજ વિભાગ લાંલ આંખ કરી કાર્યવાહી કરનાર હોવાનું પણ જાણવા મળેલ છે.


