By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Extra Comment : વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ : હજુ આવું ઘણું થશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Extra Comment : વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ : હજુ આવું ઘણું થશે

AgraGujarat Rajkot
Last updated: 2025/11/28 at 1:04 AM
4 months ago
Share
Extra Comment : વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગ : હજુ આવું ઘણું થશે
SHARE

Contents
આ પરાક્રમ તેનું એકલાનું છે કે તેની પાછળ કોઇ આતંકવાદી સંગઠન છે? અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ આ ઘટનાથી લાલચોળ થયા અમેરિકામાં આવી ઘટનાઓ બનતી જ રહેવાની છે યુએસ ગન કલ્ચર : ડોનેશનના નામે નાણાં પધરાવી વેપન લોબી પોતાનું ધાર્યું કરે છે

ફાયરિંગ કરનાર અફઘાનિસ્તાન મૂળનો રહમનનુલ્લાહ લકનવાલ હોવાનું બહાર આવ્યું છે. ફાયરિંગ સીધું કમાન્ડો પર કરવામાં આવ્યું હતું. તેના ઇરાદા ખતરનાક હતા. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિરીતિ સામે અમેરિકામાં વસતા વિદેશીઓની નારાજગી વધી રહી છે. અમેરિકાનું ગન કલ્ચર પણ આવી બધી ઘટનાઓ માટે કારણભૂત છે.

આ પરાક્રમ તેનું એકલાનું છે કે તેની પાછળ કોઇ આતંકવાદી સંગઠન છે?

યહાં પરિન્દા ભી પર નહીં માર શકતા, એવો દાવો અમેરિકાના જે વિસ્તાર માટે કરવામાં આવે છે ત્યાં એક અફઘાની માણસ આવીને આરામથી બે કમાન્ડો પર ફાયરિંગ કરી દે છે. અમેરિકાની રાજધાની વોશિંગ્ટનમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસની નજીક બનેલી ફાયરિંગની ઘટનાએ આખી દુનિયામાં જબરદસ્ત હલચલ મચાવી છે. એક માણસ ટહેલતો ટહેલતો આવે છે અને અચાનક જ હથિયાર કાઢીને નેશનલ ગાર્ડ પર ફાયરિંગ કરે છે. બે ગાર્ડને ગોળી વાગી છે અને બંનેની હાલત ગંભીર હોવાનું કહેવાઇ રહ્યું છે. હુમલાખોર પર ફાયરિંગ કરીને તેને ઝડપી લેવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું છે કે, હુમલાખોર 29 વર્ષનો અફઘાનિસ્તાન મૂળનો રહમનાનુલ્લાહ લકનવાલ છે. વર્ષ 2021માં અમેરિકાના ઓએડબલ્યૂ એટલે કે ઓપરેશન એલાઇઝ વેલકમ પ્રોગામ હેઠળ રહમનનુલ્લાહ અફઘાનિસ્તાનથી અમેરિકા આવ્યો હતો. હુમલો શા માટે કરવામાં આવ્યો એ વિશે હજુ કોઇ ખાસ વિગતો આપવામાં આવી નથી પણ એટલું ચોક્કસ કહેવાયું છે કે, તેના ઇરાદા ખતરનાક હતા. અમેરિકાની સુરક્ષા એજન્સી એ વાતની તપાસ કરી રહી છે કે, આ પરાક્રમ તેનું એકલાનું છે કે તેની પાછળ કોઇ આતંકવાદી સંગઠન છે?

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ આ ઘટનાથી લાલચોળ થયા

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ લાલચોળ પોતાના ઘરની બહાર ફાયરિંગની ઘટના વિશે જાણીને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગબબૂલા થયા છે. ટ્રમ્પે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ઘોષિત કર્યું છે. જવાબદારોને છોડવામાં નહીં આવે એવી વાત કરવાની સાથે તેમણે અફઘાનિસ્તાનથી આવેલા તમામ લોકોની તપાસના આદેશ આપ્યા છે. અફઘાનિસ્તાનથી આવતા લોકો પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. વોશિંગ્ટનનો બંદોબસ્ત વધુ ચાંપતો કરવા માટે વધુ 500 કમાન્ડોને તહેનાત કરવાનો પણ ટ્રમ્પે હુકમ કર્યો છે. વ્હાઇટ હાઉસ બહાર જ્યારે હુમલો થયો ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં નહોતા. ટ્રમ્પ એ સમયે ફ્લોરિડામાં પોતાની માર-એ-લાગો કલબમાં હતા. શું હુમલાખોરનો ઇરાદો ટ્રમ્પને નિશાન બનાવવાનો હતો? અલબત્ત, ટ્રમ્પની સિક્યોરિટી એટલી ટાઇટ હોય છે કે, ટ્રમ્પ સુધી પહોંચવું તેના માટે શક્ય જ નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પ પર અગાઉ બે વખત હુમલાનો પ્રયાસ થઇ ચૂક્યો છે. એક વખત તો ગોળી ટ્રમ્પની કાનને અડીને પસાર થઇ ગઇ હતી. એ પછી ટ્રમ્પની સુરક્ષા અનેકગણી વધારી દેવામાં આવી હતી. ફાયરિંગની આ ઘટના મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેનને પણ આડેહાથ લીધી હતા. ટ્રમ્પે કહ્યું કે, સપ્ટેમ્બર 2021માં જો બાઇડેન સરકાર નર્ક જેવા અફઘાનિસ્તાનમાંથી આ લોકોને અમેરિકા લાવી હતી. આ એક માણસના કારણે અફઘાનિસ્તાનથી આવેલા તમામ લોકો પર તવાઇ આવવાની છે એ વાત નક્કી છે. ટ્રમ્પે જ કહ્યું છે કે, એક એકને વીણી વીણીને ચેક કરો કે એ શું કરે છે.

શું હતો અમેરિકાનો ઓએડબલ્યૂ પ્રોગ્રામ?

અફઘાનિસ્તાનમાં જ્યારે અમેરિકાની સેનાની હાજરી હતી ત્યારે હજારો અફઘાની નાગરિકોએ અમેરિકાની મદદ કરી હતી. તારીખ 15મી ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાનોએ ફરીથી અફઘાનિસ્તાનમાં ઘૂસી આવ્યા હતા. તાલિબાનો આવ્યા એટલે તત્ત્કાલીન રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ છોડીને ભાગી ગયા હતા. અમેરિકાની સેનાએ પણ રાતારોત અફઘાનિસ્તાનમાંથી ઉચાળા ભરવા પડ્યા હતા. તાલિબાનો આવ્યા પછી અફઘાનિસ્તાનના જે લોકોએ અમેરિકાને મદદ કરી હતી એના પર સંકટ પેદા થયું હતું. તાલિબાનો તેને દુશ્મન ગણીને પકડીને મારી નાખે એવો ભય પણ પેદા થયો હતો. ઓગસ્ટ, 2021માં અમેરિકાએ ઓએડબલ્યૂ એટલે કે ઓપરેશન અલાઇઝ વેલકમ પ્રોગ્રામ શરૂ કર્યો હતો અને જેણે અમેરિકાને મદદ કરી હતી તેઓને અમેરિકા આવવા દેવાનું નક્કી કર્યું હતું. આ પ્રોગ્રામ હેઠળ 90,347 અફઘાનિસ્તાનીઓને અમેરિકામાં આવવા દેવાયા હતા. ટ્રમ્પ કહે છે કે, આ લોકોને આવવા દીધા એ અમેરિકાની મોટી ભૂલ હતી.

અમેરિકામાં આવી ઘટનાઓ બનતી જ રહેવાની છે

વ્હાઇટ હાઉસ નજીક ફાયરિંગની ઘટના વિશે અમેરિકાના નિષ્ણાતો એવું કહે છે કે, અમેરિકામાં આવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયોથી લોકો કંટાળેલા છે. બીજા દેશોમાંથી આવેલા લોકોને એવો ભય લાગી રહ્યો છે કે, અમને અહીંથી હાંકી કાઢવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વોરના કારણે મોંઘવારી અને બેકારીમાં વધારો થયો છે. ઇન્ટરનેશનલ લેવલે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે ભૂમિકા ભજવી રહ્યા છે તેનાથી અમેરિકામાં રહેનારા બીજા દેશના ઘણા લોકો નારાજ છે. ફાયરિંગ કરનાર રહમનનુલ્લાહ લકનવાલે અફઘાનિસ્તાન સેનામાં દસ વર્ષ ફરજ બજાવી છે. એ ત્યારે સેનામાં હતો જ્યારે અમેરિકાની સેનાની ત્યાં હાજરી હતી. અમેરિકન સેનાના ઇશારે જ તેણે કામ કર્યુ હતું. રહમનનુલ્લાહને પત્ની અને પાંચ બાળકો હોવાનું પણ બહાર આવ્યું છે. હજુ હુમલાનું સાચું કારણ બહાર આવશે પછી જ તેના ઇરાદાઓ સ્પષ્ટ થશે. અમેરિકાના એક્સપર્ટસ એવું કહે છે કે, કારણ ગમે તે હોય પણ જે રીતે અમેરિકા સામે ઉશ્કેરાટ ફેલાઇ રહ્યો છે એ જોતાં આવું બનતું રહે તો કંઇ નવાઇ પામવા જેવું નહીં હોય.

યુએસ ગન કલ્ચર : ડોનેશનના નામે નાણાં પધરાવી વેપન લોબી પોતાનું ધાર્યું કરે છે

અમેરિકામાં શાકભાજી અને કરિયાણું ખરીદી શકાય એટલી આસાનીથી રિવોલ્વર, પિસ્ટલથી માંડીને મશીનગન ખરીદી શકાય છે. અમેરિકામાં તારીખ 15મી ડિસેમ્બર, 1791ના રોજ બંધારણમાં સુધારો કરીને નાગરિકો હથિયારો રાખી શકે તેવો અધિકાર આપવામાં આવ્યો હતો. એ સમયે હથિયારોની મંજૂરીનું કારણ હિંસક જંગલી જાનવરથી લોકો રક્ષણ મેળવી શકે એવું હતું. ધીમે ધીમે અમેરિકામાં હથિયારોનું ચલણ એટલું બધું વધી ગયું કે, મોટા ભાગના લોકો હથિયાર રાખવા માંડ્યા. પ્યુ રિસર્ચ સેન્ટરનો વર્ષ 2023નો સરવે કહે છે કે, અમેરિકામા દર દસમાંથી ચાર ઘરમાં બંદૂક છે. 32 ટકા લોકો પાસે પોતાની રિવોલ્વર કે પિસ્તોલ છે. કેટલાંકની પાસે એક કરતા વધુ હથિયારો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઇવેલ્યૂશનના સરવે મુજબ એવું બહાર આવ્યું હતું કે દર 100 માણસોએ 120 બંદૂકો છે. 34 કરોડની વસતિમાં 40 કરોડ બંદૂકો છે. અમેરિકામાં છેલ્લા 50 વર્ષમાં પંદર લાખ લોકોના મોત ગન કલ્ચરના કારણે થયા છે. આંકડા આંખો પહોળી કરી દે એવા છે પણ અમેરિકાની સરકારને કંઇ પરવા નથી. એનું કારણ એ છે કે, અમેરિકામાં હથિયારો બનાવનાર લોબી અત્યંત પાવરફૂલ છે. ડોનેશનના નામે રાજકીય પાર્ટીઓને તગડી રકમ આપીને આ લોકો પોતાનું ધાર્યું કરે છે. અમેરિકામાં ગન કંટ્રોલ એક્ટની વાતો બહુ થાય છે પણ સરવાળે જે થવું જોઇએ એ થતું નથી. નિષ્ણાતો એવી ચેતવણી આપતા રહે છે કે, જો આવું જ ચાલ્યું તો ભવિષ્યમાં કલ્પના ન હોય એવી ઘટનાઓ બનતી રહેવાની છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ
રાજકોટ

 રાજકોટ બાલાજી હનુમાનજી મંદિરે રવિવારથી રામકથાનો પ્રારંભ

Editor By Editor 2 days ago
ગુજરાત સહિત દેશના ૧૫,૦૦૦ ક્રિએટર્સને સરકાર દ્વારા અપાશે AIની તાલીમ
 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો
મબલખ પાક છતાં સિંગતેલમાં ભાવ 3૦૦૦ને પાર : મોંઘવારીનો માર અપરંપાર
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?