- આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કર્યું મતદાન
- કચ્છમાં ચાલતા કથાવાર્તા, પાટોત્સવ કાર્યક્રમો અટકાવીને કર્યું મતદાન
- કચ્છથી ખાસ પ્લેન મારફત સંતમંડલ મતદાન કરવા આવ્યા
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળે સહિત કચ્છમાંથી પ્લેન દ્વારા લોકસભા ચૂંટણીનું મતદાન કરવા ખાસ પધાર્યા હતા. પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મોટી સંખ્યામાં સંતોએ મતદાન કર્યું હતું.
તાજેતરમાં કચ્છ પંથકના મંદિરોમાં કથાવાર્તા, પાટોત્સવ વિગેરેના કાર્યક્રમો ચાલી રહ્યા છે. જેમાં વચ્ચે વિરામ આપી પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી મહારાજ તથા પૂજનીય સંતો મતદાન માટે ખાસ પધાર્યા હતા.


