દર્દીના પરિવારજનોનો હલ્લાબોલ : તંત્રનો બચાવ
રાજકોટ સિવિલ હોસ્પિટલને વિવાદમાં રહેવાની ટેવ પડી ગઇ છે. સિવિલ હોસ્પિટલના વારંવાર વિવાદો સામે આવતા હોય છે. ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે. જેમાં મોતિયાનું ઓપરેશન કર્યા બાદ દર્દીને દેખાવાનું બંધ થયું હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન બાદ જ દેખાવાનું બંધ થયું હોવાનું દર્દી તેમજ પરિવારજનોનો આરોપ લગાવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, એક દર્દીનું મોતિયાનું ઓપરેશન કર્યા બાદ તરત જ અંધાપો આવ્યો હતો. દર્દીના પરિવારજનોએ સ્ટાફને પૂછતા ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફનો ઊડાવ જવાબ આપ્યો હતો. તો ડોક્ટર દ્વારા દર્દીના પરિવારજનને ૨૫ હજારરૂપિયા જેટલી ઓફર કરવામાં આવી હતી. જ્યારે દર્દીને ઓપરેશન માટે અમદાવાદ મોકલવાની વાત કરતા આ સમગ્ર મામલો વધુ ગરમાયો હતો. સિવિલ સુપ્રીટેન્ડે જણાવ્યું હતું કે આંખની સર્જરીમાં ઘણી વખત કોમ્પ્લિગેશન થતી હોય છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે અને જરૂર પડીએ તપાસ કમિટી પણ બનાવવામાં આવશે.