- ઇઝરાયલે આતંકવાદીઓએ બર્બરતાની તમામ હદો વટાવી
- બાળકોના માથા કાપીને તેમની હત્યા કરવામાં આવી
- ર્ગભવતી મહિલાનું પેટ ચીરી નાખ્યું, અજન્મેલા બાળકની પણ હત્યા કરી
ઇઝરાયલે હમાસના આતંકવાદીઓની બર્બરતાને દુનિયા સમક્ષ ઉજાગર કરી છે. હમાસના આતંકવાદીઓએ ઇઝરાયેલમાં એવી બર્બરતા દર્શાવી હતી કે જેની કોઈ સીમા નથી. તેમણે બાળકો અને વૃદ્ધોને પણ છોડ્યા ન હતા. ઘણા નિર્દોષ ઇઝરાયેલી બાળકોના માથા કાપીને તેમની હત્યા કરવામાં આવી હતી. તેમજ અજન્મેલા બાળકોને પણ છોડ્યા નથી.
હમાસ દ્વારા ઈઝરાયેલ પરના હુમલા દરમિયાન કરવામાં આવેલ અત્યાચાર સાંભળીને તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. પછી વિચારો કે જેમની સાથે આવું થયું તેમને કેવું લાગ્યું હશે. ઑક્ટોબર 7ના રોજ ઇઝરાયેલ પરના હુમલા દરમિયાન હમાસને એ વાતની પરવા નહોતી કે સામેની વ્યક્તિ બાળક છે, વૃદ્ધ છે, વિકલાંગ છે, સ્ત્રી છે કે પુરુષ છે. તેના માટે દરેક મનુષ્ય માત્ર ઇઝરાયલી અને યહૂદી હતા, જેમને મારી નાખવું તેના માટે કોઈ મેડલથી ઓછું ન હતું. જે પણ હમાસના આતંકવાદીઓની સામે આવ્યો, તેઓએ તેમને મારી નાખ્યા. ઇઝરાયલી નાગરિકો માત્ર ગોળીઓથી જ નહીં પરંતુ ક્રૂરતાની તમામ હદો પાર કરી તેમની હત્યા કરવામાં આવી હતી. હકીકતમાં, ઘણી હત્યાઓમાં ચાકુ અને આગ લગાવવી, જેવી ક્રૂરતા સાથે લોકોની હત્યા કરવામાં આવી છે. જેથી તેમની ક્રૂરતાનો ચીસો દુનિયામાં સંભળાય. હવે હુમલાના 7 દિવસ બાદ ઇઝરાયેલમાં હમાસ દ્વારા ક્રૂરતાના આવા કૃત્યો પ્રકાશમાં આવ્યા છે જે સમગ્ર માનવજાત માટે કલંકથી ઓછું નથી.
ર્ગભવતી મહિલાનું પેટ ચીરી નાખ્યું, ભ્રૂણને મરવા માટે છોડી દીધું
ઇઝરાયેલની એક ન્યૂઝ ચેનલના જણાવ્યા અનુસાર, ઇઝરાયેલની સ્વયંસેવક સિવિલ ઇમરજન્સી સર્વિસ જકાના કમાન્ડર યોસી લૈંડોએ જણાવ્યું કે એક ઘરની તપાસ દરમિયાન અમે એક ગર્ભવતી મહિલાને જમીન પર પડેલી જોઈ. અમે મહિલાને ફેરવી તો તેનું પેટ ખુલ્લું હતું. ર્ગભનાળ સાથે અજન્મેલ બાળક જોડાયેલું હતું, જેને છરી વડે ઘા મારવામાં આવ્યા હતા. માતાને માથામાં ગોળી વાગી હતી.
માતા-પિતા અને બાળકોના હાથ બાંધીને જીવતા સળગાવા
યોસી લૈંડોએ જણાવ્યું હતું એક અલગ ઘટનામાં, બે માતાપિતાના હાથ તેમની પીઠ પાછળ બાંધવામાં આવ્યા હતા. તેમની સામે તેમના બે નાના બાળકો હતા, તેમના હાથ પણ પીઠ પાછળ બાંધેલા હતા. તેમની સામે દરેક વ્યક્તિને સળગાવવામાં આવ્યા હતા. જ્યારે માતા-પિતા અને બાળકો સળગી રહ્યા હતા, ત્યારે આતંકવાદીઓ ત્યાં બેસીને ભોજન કરી રહ્યા હતા.
માતા અને બાળકને એક ગોળી વાગી, 20 બાળકો સળગાવાયા
એક અલગ ઘટનામાં, જકા દક્ષિણના કમાન્ડર યોસી લૈંડોએ જણાવ્યું હતું કે મેં જોયું, એક માતાને તેના બાળકને પકડીને જોયો હતો. એક ગોળી બંનેને એકસાથે આરપાર થઈ ગઈ હતી. મેં 20 બાળકોને એકસાથે જોયા. આ બાળકોના હાથ પીઠ પાછળ બાંધેલા હતા અને તેમને ગોળી મારતા જોયા છે. આ પછી તેઓને એકસાથે સળગાવી દેવામાં આવ્યા હતા.
40 ઇઝરાયેલ બાળકોની હત્યા
હમાસના 70 આતંકવાદીઓએ કેફર અજામાં ઇઝરાયેલી સમુદાય પર હુમલો કર્યો. આ હુમલાઓનો ભોગ આ સમુદાયમાં રહેતા 40 બાળકો બન્યા હતા, જેમાંથી ઘણા માત્ર થોડા મહિનાના હતા. ઇઝરાયલના મેજર જનરલ ઇટાઇ વેરુવે કહ્યું કે જ્યારે અમે તેમના ઘરોમાં માર્યા ગયેલા રહેવાસીઓના મૃતદેહોને એકત્ર કરવા માટે દરવાજા ખોલ્યા ત્યારે અમે માતા-પિતા, બાળકો અને યુવાનોને તેમના પથારીમાં, પ્રોટેક્શન રૂમમાં, ડાઇનિંગ રૂમમાં, તેમના બગીચાઓમાં માર્યા ગયેલા જોયા. . તેમણે કહ્યું કે આ યુદ્ધ નથી, આ યુદ્ધનું મેદાન પણ નથી. આ નરસંહાર છે. તેમણે કહ્યું કે કેટલાક પીડિતોના માથા કાપી નાખવામાં આવ્યા હતા. મેં આવું ક્યારેય જોયું નથી, મેં 40 વર્ષથી સેવા કરી છે.
હમાસે આરોપોને નકારી કાઢ્યા હતા
હમાસે નકારી કાઢ્યું છે કે તેના આતંકવાદીઓએ બાળકોના શિરચ્છેદ કર્યા અથવા મહિલાઓ પર હુમલો કર્યો. આતંકવાદી જૂથના પ્રવક્તા અને વરિષ્ઠ અધિકારી એઝાત અલ રિશેકે બુધવારે આ આરોપને “બનાવટ અને પાયાવિહોણા આરોપ” તરીકે વર્ણવ્યો હતો.