પાકિસ્તાન સરકાર અને જેલ તંત્રે ઇમરામન ખાનની હત્યાના સમાચાર મામલે કોઇ ખંડન કર્યુ નથી.
અદિયાલા જેલ બહાર પ્રદર્શનો
ડોન ન્યુઝ પેપરના પત્રકાર ઇફ્તીખાર મુજબ છેલ્લા 7 દિવસમાં ઇમરાન ખાનને કોઇએ જોયા નથી. જેલમાં ઇમરાન ખાનને તબીબ કે વકીલ કોઇ મળી શકતુ નથી. પાકિસ્તાનના રાવલપિંડી જેલમાં કેદ ભૂતપૂર્વ પીએમ ઇમરાન ખાનની હત્યા અંગેની ચર્ચાઓ ઇસ્લામાબાદથી કાબુલ સુધી તેજ બની છે. આ અફવાઓને કારણે, ઇમરાન ખાનની પાર્ટી, પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સમર્થકો અદિયાલા જેલ બહાર પહોંચી પ્રદર્શનો કર્યા હતા.
આતંકવાદ વિરોધી એજન્સીએ આપ્યુ હાઇ એલર્ટ
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી એજન્સીએ આ અંગે હાઇ એલર્ટ જારી કર્યું છે. ઇમરાન ખાનને 2023માં ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી ઇમરાન તેની પત્ની, બુશરા બીબી સાથે અદિયાલા જેલમાં કેદ છે. ઇમરાને તાજેતરમાં જ ભય વ્યક્ત કર્યો હતો કે જેલમાં તેમની હત્યા થઈ શકે છે. ઇમરાને જણાવ્યું હતું કે જો જેલમાં તેમને કંઈ થયું તો આર્મી ચીફ અસીમ મુનીર જવાબદાર રહેશે.
ત્રણ અઠવાડિયાથી નથી થઇ મુલાકાત
ઇમરાન ખાનના સમર્થકોએ રાવલપિંડીની અદિયાલા જેલની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ઇમરાન ખાનની બહેન, આલીમા પણ વિરોધ પ્રદર્શનમાં જોડાઈ હતી. વિરોધ પ્રદર્શન બાદ, દરેકને તેમની સ્વતંત્રતા માટે એક થવાની અપીલ કરવામાં આવી હતી. ઇમરાનની બહેન, આલીમાના જણાવ્યા અનુસાર, કોઈને પણ ઇમરાન ખાનને મળવા દેવામાં આવી રહ્યા નથી. અમે ત્રણ અઠવાડિયાથી મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ. પણ તેમને નકારી કાઢવામાં આવે છે.
ઇમરાન ખાનના મૃત્યુના સમાચાર કેવી રીતે ફેલાયા ?
1. મીડિયા આઉટલેટ અફઘાનિસ્તાન ટાઈમ્સે સૂત્રોના હવાલાથી ઈમરાન ખાનના મૃત્યુના સમાચાર પ્રસારિત કર્યા. સોશિયલ મીડિયા પર આ સમાચાર આગની જેમ ફેલાયા હતા. પાકિસ્તાન સરકારે હજુ સુધી આ સમાચારને નકાર્યા નથી. અને જેલ પ્રશાસને કોઈ નિવેદન આપ્યુ નથી.
2. ડોન અખબારના પત્રકાર ઇફ્તિખારે સોશિયલ મીડિયા પર વાત કરતા કહ્યું હતુ કે, કોઈને પણ ઈમરાનને મળવાની મંજૂરી નથી. ન તો ડોક્ટરો કે વકીલો તેમને જોઈ શકતા નથી.
3. પત્રકાર ઇફ્તિખારના મતે, છેલ્લા સાત દિવસથી કોઈએ ઈમરાન ખાનને જેલની અંદર જોયો નથી. બહારના લોકોને પણ તેમને મળવાની મંજૂરી નથી. તેમના મૃત્યુના સમાચાર ફેલાવા પાછળનું આ એક કારણ છે.
4. પાકિસ્તાનના સ્પેશિયલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલે રાવલપિંડીને ઘેરાબંધી કરવાનો આદેશ આપ્યો છે. આ આદેશ બાદ, અટકળો ઉભી થઈ છે કે કંઈક ગૂંચવણભર્યું ચાલી રહ્યું છે.
5. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના નેતા અબ્દુલ સમદના મતે, ઇમરાન ખાન બે અઠવાડિયાથી સંપર્કવિહીન છે. અમે ચિંતિત છીએ. તેમણે કહ્યું. અમને તેમના વિશે કોઈ સમાચાર મળી રહ્યા નથી.
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.


