- વડોદરા, સુરત બાદ ભાવનગરમાં IASના નામે ફેક મેસેજ
- બનેલી ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું જાણવા મળેલ છે
- ભાવનગરમાં મ્યુ. અધિકારીઓ, ડોકટરો એલર્ટ થઈ જતા સદ્દનસીબે કોઈ ભોગ બન્યું નથી
ભાવનગર મ્યુનિસિપલ કમિશનરના નામે ફેક વોટ્સએપ મેસેજ કરીને ડોકટરો પાસે રૂપિયા ટ્રાન્સફર કરવાની ડિમાન્ડ મૂકી હતી. આવા પ્રકારની ઘટનાઓ ભૂતકાળમાં વડોદરા, સુરતમાં બન્યા બાદ ભાવનગરમાં પણ બની રહી છે, અગાઉ પણ આવી ઘટના ઘટી હતી, જોકે, ભાવનગરમાં મ્યુ. અધિકારીઓ, ડોકટરો એલર્ટ થઈ જતા સદ્દનસીબે કોઈ ભોગ બન્યું નથી.
મ્યુનિસિપલ કમિશનરના વોટસએપ મેસેજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, ડોકટર પર કરાયો હતો, જેમાં હું મિટિગમાં છુ, મારે પૈસાની લીમીટ હોવાનું જણાવીને ટ્રાન્સફર કરવા વિનંતી કરી હતી. જોકે, ડોકટરો એલર્ટ હોવાથી તેનો ભોગ બનતા બચી ગયા હતા. ભૂતકાળમાં ઈન્ચાર્જ કમિશનર યોગેશ નિર્ગૂડે સુરત મિટિંગમાં ગયા હતા, એ સમયે પણ તેના નામે ફેક આઈડી બનાવીને હું સુરત હોવાથી એમેજોનમાંથી ગિફ્ટ વાઈચર મોકલવા, રોકડ ટ્રાન્સફર કરવા સહિતના મેસેજ કરવામાં આવ્યા હતા. વડોદરા, સુરતમાં અધિકારીઓ આવા ફેક આઈડીનો ભોગ બની ચૂક્યા છે, ત્યારે ભાવનગરમાં પણ અવાર નવાર IASના નામે ફેક આઈડી બનાવીને સાઈટ વિઝિટ હોવાનું તેમજ રકમ ટ્રાન્સફર કરવાનું કહેવાય છે. આજે બનેલી ઘટનામાં શ્રીલંકાનો નંબર હોવાનું જાણવા મળેલ છે.


