- પૂર્વ વિસ્તારમા નકલી પોલીસનો આંતક યથાવત
- નકલી પોલીસની ટોળકીને પોલીસે ઝડપી
- પ્રેમી યુગલને ટાર્ગેટ કરીને ફરિયાદ કરવાની ધમકી આપીને પડાવતા રૂપિયા
શહેરકોટડા પોલીસની ગિરફતમાં રહેલ આરોપી મોહસીન ઉર્ફે બીડું શેખ, મોહમદ ઈમ્તિયાઝ ઉર્ફે બચુડી શેખ અને મોહમદ રફીક ઉર્ફે બટકો શેખની ધરપકડ કરી છે.આ નકલી પોલીસની ટોળકીએ પૂર્વ વિસ્તારમાં આતંક મચાવ્યો છે અને છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા છે.આ ટોળકી એ ચાંદલોડિયાના યુવકને ટાર્ગેટ કરી તેની પાસે દોઢ લાખની માગણી કરી હતી અને પૈસા ના આપે તો ઘરે કહી દેવાની અથવા કેસ કરી દેવાની ધમકી આપતા યુવક પાસેથી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા.જેમાં શહેર કોટડા પોલીસમાં ફરિયાદ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
કેવી રીતે કરતા ટાર્ગેટ
જેમાં નકલી પોલીસની ટોળકીમાં બે આરોપી હોટલની બહાર વોંચ રાખી ને બેઠા હોય અને હોટલથી બહાર યુગલ આવતા જ અન્ય બે આરોપી પીછો કરી તે યુગલ ને પકડીને તેને પોલીસની ઓળખ આપી અને કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા.એટલું જ નહિ નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે સ્પોર્ટશુઝ પહેરીને આવતા હતા.જો કે પોલીસની જેમ મોટા અવાજથી વાતો કરીને યુગલોને ધમકાવતા હતા.આ ઝડપાયેલ નકલી પોલીસની ટોળકીમાં મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે બીડુ શેખ મૂળ જુહાપુરા નો રહેવાસી છે.જે પોતે દરરોજ અન્ય 3 લોકોને સાથે લઈ જતો હતો અને નકલી પોલીસ બની ને ચારેય આરોપી નારોલ,શહેર કોટડા ઓઢવ, અને અમરાઇવાડીમાં આવેલી હોટલમાં ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે.
ગુનાહિત ઈતિહાસને લઈ તપાસ
આરોપીની પૂછપરછમાં છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલો ટાર્ગેટ કરી પૈસા પડવાયા હોવાનું આરોપીએ કબૂલ્યું છે.ત્યારે આરોપી ગુનાહિત ઇતિહાસ લઈ ને તપાસ શરૂ કરી છે.સાથે જ પોલીસે મિડિયાના માધ્યમથી આવા નકલી પોલીસથી ભોગ બનેલા લોકો પોલીસ સંપર્ક કરવા અપીલ કરી હતી.


