- મોરબીમાં દારૂની ફેક્ટરી ઝડપાઈ
- GIDC નજીક ગોડાઉનમાં બનાવાતો દારૂ
- રફાળેશ્વર નજીક દારૂની ફેક્ટરી ઝડપાઈ
મોરબીની નજીકના વિસ્તારમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. અહીં GIDC નજીકના ગોડાઉનમાંથી દારૂ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ મામલે 11 લોકોની અટકાયત કરવામાં આવી છે.
મહત્વનું છે કે આ મામલે વધુ જાણકારી અનુસાર મોરબીના રફાળેશ્વર નજીકથી દારુ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. અહીં GIDC નજીક ગોડાઉનમાં દારુ બનાવાતો હોવાનું સામે આવ્યુ હતું. મહત્વનું છે કે આ મામલે પોલીસે પણ કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો અને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ પ્રકારની નકલી દારૂની ફેક્ટરી ઝડપાવાની ઘટના ખરેખર ચિંતાજનક ઘટના છે. આનાથી ઘણાં લોકોના આરોગ્યને પણ ખરાબ અસર થઈ શકે છે.
નોંધનીય છે કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ છે અને અહીં દારુનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહણ તેમજ તેનો પીવામાં ઉપયોગ એ ગેરકાયદે બાબત છે. જેના લીધે પોલીસ તંત્ર દ્વારા જ્યારે પણ દારૂને લગતી માહિતી મળે છે ત્યારે કાર્યવાહી કરીને તેને નિયંત્રણમાં લેવામાં આવે છે.
મોરબીમાં થયેલી આ ઘટનાની માહિતી અનુસાર રફાળેશ્વર નજીકથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. અહીં એલસીબી ટીમે દારુના મુદ્દામાલ સાથે 11 આરોપીઓને ઝડપી લીધા હતા. હાલમાં આ મામલે દારુની સાથે કુલ 15 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. GIDC નજીક ગોડાઉનમાં દારુ બનાવાતો હોવાની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારોમાં પણ સ્થાનિકોમાં હડકંપ ફેલાયો હતો.


