સમગ્ર દુનિયામાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાન બેનકાબ થયુ છે. આ મામલે UNSCએ પાકિસ્તાનની નિંદા કરી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનની ઝાટકણી કાઢવામાં આવી છે. આ ઉપરાંત UNSCએ પાકિસ્તાનની False Flagની થિયરીનો પણ અસ્વીકાર કર્યો છે. UNSCએ પાકિસ્તાનને પૂછ્યુ છે કે, શુ પહલગામ આતંકી હુમલામાં લશ્કર-એ-તૈયબાનો હાથ છે કે નહી.?
શું છે False Flag ઓપરેશન ?
False Flagએ એક એવી રણનીતિ છે. જેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન કરવામાં આવે છે. આ એક સૈન્ય કાર્યવાહી છે. જેના હેઠળ એક દેશ છુપી રીતે પોતાના પર આક્રમણ કરે છે. અને આ હુમલામાં પોતાના દેશના નાગરિક અને સપંત્તિને નુકસાન પહોંચાડે છે. False Flag ઓપરેશન દરમિયાન દેશ એ સાબિત કરવા માંગે છે કે આ આતંકી હુમલામાં તેનો કોઇ હાથ નથી. અને તે બીજા દેશ પર ઘટનાનો આરોપ લગાવી શકે છે. પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો કરાવ્યો અને સાથે જ 25 થી વધુ લોકોના જીવ લીધા. હવે આ તમામ બાબતોમાંથી મુક્તિ મેળવવા માટે પાકિસ્તાન False Flag ઓપરેશનની થિયરી અપનાવવા માગે છે. પાકિસ્તાને UNSCમાં સ્પષ્ટતા કરી છે કે, તે આ આતંકી હુમલામાં સામેલ નથી. અને ભારત તેના પર ખોટા આરોપ લગાવી રહ્યુ છે. પાકિસ્તાને ભારત પર આરોપ લગાવતા કહ્યુ છે કે, તેણે જ પોતાના પર હુમલો કરાવ્યો છે અને તમામ દોષ તે અમારા પર લગાવી રહ્યુ છે. પરંતુ UNSCએ પાકિસ્તાનની તમામ વાતોનો અસ્વીકાર કર્યો છે.
હમણા સુધી કેટલા દેશે કર્યો છે False Flag ઓપરેશનનો ઉપયોગ ?
અમેરિકા અને પશ્ચિમ દેશોએ આરોપ લગાવ્યો હતો કે, રશિયાએ False Flag રણનીતિનો ઉપયોગ કરીને યુક્રેન પર હુમલો કર્યો હતો. અગાઉ વર્ષ 1939માં જર્મનીએ પોતાના જ રેડિયો ટાવરમાં હુમલો કર્યો હતો. અને પછી સમગ્ર દુનિયામાં જણાવ્યુ હતુ કે, પોલેન્ડે હુમલો કરીને જર્મનીના ટાવર પર કબ્જો જમાવ્યો છે. અને ત્યારબાદ જર્મનીને પોલેન્ડ સાથે યુદ્ધ કરવાની તક મળી હતી.


