- ટ્રેડિશનલ રબડીથી બની જશે દિવસ
- કલાકંદ પણ મહેમાનોને સર્વ કરવાથી મળશે બેસ્ટ ટેસ્ટ
- કોકોનટ બરફી તમામ લોકોને હોય છે પ્રિય
દિવાળી મોટા હિંદુ પર્વમાંથી એક છે. તેને લોકો અલગ અલગ રીતે સેલિબ્રેટ કરે છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન શ્રી રામ 14 વર્ષના વનવાસને પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા હતા. તેમની ખુશીમાં ઘીના દીવા કરવામાં આવ્યા હતા અને મિઠાઈઓ વહેંચવામાં આવી હતી. ત્યારથી દિવાળીના દિવસે અલગ અલગ પ્રકારની મિઠાઈઓ બનાવવાનું ચલણ આવ્યું છે. આ દિવસે ઉત્સવની ઉજવણી કરાય છે અને સાથે ફટાકડા, સજાવટ અને મોજમસ્તી કરાય છે. આ કારણ છે કે આ દિવસોમા અનેક પ્રકારની મિઠાઈઓ બને છે. તો જાણો આ દિવાળીએ તમે કઈ મિઠાઈઓને ઘરે સરળતાથી બનાવી શકશો.
રબડી
દિવાળીએ વિશેષ રીતે રબડીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવવા લાગે છે. આ દિવાળીએ તમે તને ઘરે સરળતાથી બનાવી શકો છો. તેને બનાવવા માટે દૂધને ઉકાળીને તૈયાર કરાય છે અને બાળકોથી લઈને મોટેરાંઓને પણ તેનો સ્વાદ પસંદ આવે છે.
ફ્રૂટ કસ્ટર્ડ
દિવાળીએ બનતું કસ્ટર્ડ પણ લોકોને પસંદ છે. કોઈ સમારોહમાં તહેવારમાં ડેઝર્ટના રૂપમાં તેને પીરસવામાં આવે છે. તેને બનાવવા માટે દૂધ અને માવાની સાથે સીઝનલ ફ્રૂટ્સનો ઉપયોગ કરાય છે. તમે તેને ઘરે સરળતાથી બનાવી શકો છો. તેનો સ્વાદ મહેમાનોને પસંદ આવશે. ગેસ્ટ વેલકમમાં તમે તેને આપી શકશો.
કલાકંદ
ઉત્તર ભારતની અનેક પ્રચલિત મિઠાઈમાં એક કલાકંદ પણ છે. તેને તમે ઘરે સરળતાથી બનાવી શકો છો. તેને બનાવવામાં દૂધ, માવો, ખાંડની મદદ લેવાય છે. આ મિઠાઈ પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પણ ફેમસ છે. તમે તેને મહેમાનોના આવકારમાં મોઢું મીઠું કરાવવામાં રાખી શકો છો. તેઓ તમારા વખાણ કરશે.
કોકોનટ બરફી
પારંપરિક એટલે કે ટ્રેડિશનલ મિઠાઈની વાત આવે તો કોકોનટ બરફીનો સ્વાદ ખાસ છે. આ બરફી કોઈ પણ તહેવાર કે ખુશીના સમયે બનાવવામાં આવે છે. આ બરફી ઉત્તર ભારતની સાથે દક્ષિણ ભારતમાં પણ ફેમસ છે. તેને બનાવવા માટે નારિયેળ,માવા અને ખાંડનો ઉપયોગ કરાય છે. તમે તેને મનપસંદ આકારમાં બનાવી શકો છો. પીસ કરી શકો છો અને ગોળ લાડુ પણ વાળી શકો છો.