- બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રીબ્યુટરકેનાલમાં પાણી બંધ રહેશે
- રાધનપુર, સાંતલપુર, સમી વિસ્તારના ખેડૂતોને નહીં મળે પાણી
- 31 માર્ચથી નર્મદા વિભાગ કેનાલમાં પાણી કરશે બંધ
પાટણમાં ખેડૂતો માટે માઠા સમાચાર આવ્યા છે. જેમાં ઉનાળુ વાવેતર કરતા ખેડૂતોને સિંચાઇ માટે નર્મદાનુ પાણી મળશે નહિ. તેમાં રાધનપુર, સાંતલપુર, સમી વિસ્તારના ખેડૂતોને પાણી મળશે નહિ. તેમાં 31 માર્ચથી નર્મદા વિભાગ કેનાલમાં પાણી બંધ કરશે.
બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રીબ્યુટરકેનાલમાં પાણી બંધ રહેશે
બ્રાન્ચ કેનાલ, ડિસ્ટ્રીબ્યુટરકેનાલમાં પાણી બંધ રહેશે. તેમજ માયનોર કેનાલમાં પણ પાણી આપવામાં આવશે નહિ. જેમાં નર્મદા વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જુવાર, ઉનાળુ બાજરી સહીત વાવેતર પર માઠી અસર પડશે.

ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીને લઇ ચિંતા વધી
અરવલ્લી જિલ્લામાં જિલ્લાની જીવાદોરી સમાન મુખ્યત્વે માઝુમ, મેશ્વો, વાત્રક, વૈડી અને લાંક એમ છ જળાશયો આવેલા છે. ઉનાળો હવે શરૂ થવા જઈ રહ્યો છે તેવામાં આ જળાશયોમાં સતત ઘટતો પાણીનો જથ્થો જિલ્લાવાસીઓ માટે ચિંતાનું કારણ બન્યો છે. ખાસ કરીને જિલ્લાના માઝુમ , મેશ્વો અને વાત્રક જળાશયો માંથી જુદી જુદી પાણી પુરવઠા યોજનાઓ હેઠળ જિલ્લાના ગામોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે બીજી તરફ શિયાળુ પાક માટે પણ આ ડેમોમાંથી પાંચ થી છ વખત પાણી પિયત આપવામાં આવ્યું છે તેવા સંજોગોમાં હાલ ડેમોમાં પાણીની સ્થિતિ જોતા ખેડૂતોની આવનાર ઉનાળુ ખેતી અને ઘાસચારા માટે પાણીને લઇ ચિંતા વધી છે.


