- પંજાબ-હરિયાણાની ખનૌરી બોર્ડર પર એક પ્રદર્શનકારીનુ મૃત્યુ
- ખેડૂત નેતાઓએ માંગ કરી કે તેના પરિવારને વળતર મળવું જોઈએ
- 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ, 14 માર્ચે મહાપંચાયત આ ખેડૂતોની આગામી યોજના
ખેડૂતોના આંદોલન વચ્ચે મોટી જાહેરાત કરવામાં આવી. ખેડૂત નેતા જોગીન્દર સિંહ ઉગ્રાહને કહ્યું કે, તેઓ 26 ફેબ્રુઆરીએ ટ્રેક્ટર માર્ચ કાઢશે. હાઈવેની એક તરફ વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ જતા તમામ હાઈવે પર આવું થશે.ઉગ્રહને વધુમાં કહ્યું કે 14 માર્ચે રામલીલા મેદાનમાં મહાપંચાયત યોજાશે. આ સિવાય તેમણે ખનૌરી બોર્ડર પર પોતાનો જીવ ગુમાવનાર વિરોધ કરી રહેલા ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી અને કહ્યું કે, હરિયાણાના CM મનોહર લાલ ખટ્ટર અને ગૃહ પ્રધાન અનિલ વિજ સામે કલમ 302 દાખલ થવી જોઈએ.
સરવન સિંહ પંઢેરે શું માંગણી કરી?
ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે ખનૌરી સરહદ પર પ્રદર્શનકારીના મૃત્યુ માટે જવાબદાર લોકો સામે હત્યાનો કેસ નોંધવાની માંગ કરી હતી. તેમણે કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે પંજાબ સરકાર આ ઘટનાના સંબંધમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધે.”તેમણે કહ્યું કે, અમે છ સભ્યોની સંકલન સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે. સમિતિનું કામ આંદોલનકારી જૂથો સાથે સતત બેઠકો અને વાતચીત કરવાનું રહેશે. વાસ્તવમાં આંદોલનકારી ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદ પર ઉભા છે.
વળતરની કરી માંગ
ખનૌરી બોર્ડર પર અથડામણમાં આંદોલનકારી શુભકરણના મૃત્યુ અને 12 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા પછી, ખેડૂત નેતાઓએ બે દિવસ માટે ‘દિલ્હી માર્ચ’રોકી હતી.સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા (KMM) ‘દિલ્હી ચલો’ ચળવળનું નેતૃત્વ કરે છે .જેથી તેઓ પાકના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાયદેસર ગેરંટી અને કૃષિ લોન માફી સહિતની તેમની વિવિધ માંગણીઓ સાથે કેન્દ્ર સરકાર પર દબાણ લાવે.


