- ગંજબજારમાં જીરાની હરાજીના વેપારીઓએ શ્રીગણેશ કર્યા
- જીરાની આવકથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો
- ખેડૂતને 20 કિલોનો ભાવ 8100 આપવામાં આવ્યો
થરાદ એપીએમસીમાં સોમવારે ઐતિહાસિક ભાવ જીરાનો નોંધાયો હતો થરાદ એપીએમસી બનાસકાંઠાની સૌથી મોટી બજાર છે.અત્યાર સુધીમાં નવા જીરાની આવક નોંધાઈ ન હતી. પરંતુ સોમવારે નવા જીરાની બે બોરી ખેડૂત લઈને આવ્યો હતો. થરાદ એપીએમસીમાં નવા જીરાની આવકને જોતા તેની ચમક વધુ તેજ બને તે હેતુથી માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ દ્રારા જાહેર હરાજી બોલવામાં આવી હતી. થરાદ માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક નોંધાતા થરાદ માર્કેટ યાર્ડમાં નવા જીરાનાં શ્રી ગણેશ થતાં વેપારીઓ બે દિવસ અગાઉ ભારે તેજીનાં એંધાણ વચ્ચે નવા જીરાની આવકથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
નવા જીરાનાં મુહર્તમાં ખેડૂતને 20 કિલોનો ભાવ 8100 આપવામાં આવતા ખેડૂત ખુશ ખુશાલ જોવા મળ્યો હતાે અત્યાર સુધીનાં સૌથી ઊંચા ભાવ રહ્યા છે. હાલમાં 4 હજાર રુપિયા આસપાસ જીરાનો ભાવ બે દિવસ પહેલા એપીએમસીમાં બોલાયો હતો તેવું ભાણજીભાઈ પટેલે જણાવ્યું હતું .નવા જીરાની આવક શરૂ થતાં ભાવોમાં આગઝરતી તેજીથી વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આગામી એક માસ બાદ જીરાની આવકો જોર પકડશે થરાદ ગંજબજારમાં જીરાની દૈનિક છથી સાત હજાર બોરીની આવક હોય છે જેમાં માર્કેટ યાર્ડના તમામ વેપારીઓ હાજર રહ્યા હતા. જેમાં પ્રમુખ ભાણજીભાઈ પટેલ, રવજીભાઈ પટેલ સહિત તમામ વેપારીઓ હાજર રહ્યા હતા…


