વાવ થરાદ જિલ્લાના ખેડૂતો હાલત દયનિય અતિ ભારે વરસાદના કારણે ચોમાસુ સિઝન ફેલ ગઈ થોડા ઘણી બચી ગયેલ ખેતી પાક માવાઠાએ નષ્ટ કર્યો જેમાં માવઠાની અસર ધીમે ધીમે હવે બાગયતી ખેતીમાં પણ જોવા મળી રહી છે, બાગયતી પાક દાડમની ખેતી કરતા થરાદ તાલુકાના મલુપુર ગામના ખેડૂતો હાલત દયનિય બની ગઈ દાડમના ફળમાં માવઠાના કારણે સુકારો રોગ જોવા મળતા દાડમ ને રસ્તા પર ફેંકવા ખેડૂતો મજબુર બન્યા છે.
બાગયતી ખેતી કરતા ખેડૂતો હાલત કફોડી બનશે
થરાદ તાલુકાના મલુપુર ગામના ખેડૂત પબાભાઈ પટેલે પોતાના પાંચ હેક્ટરના ખેતરમાં 1800 નંગ દાડમના છોડનું વાવતેર કરેલ છે એક પણ રૂપિયાની આવક થઇ નથી દાડમ પાછળ કરેલ ખર્ચ પણ એળે ગયું છે, રોગ વાળા દાડમના ફળો રસ્તા પર ફેંકવા મજબુર બન્યા છે બાગયતી પાકની ખેતી કરતા ખેડૂતો સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર બાગયતી પાકના નુકસાનીનો સરવે કરાવી સહાય રૂપી વળતર આપે નહિ તો આવનાર સમયમાં બાગયતી ખેતી કરતા ખેડૂતો હાલત કફોડી બનશે પોતાના પરિવારનું ગુજરાન કરવી મુશ્કેલ બનશે.
આ પણ વાંચો : Patanના રાધનપુરમાં ખાતરનો કાળો કારોબાર થતો હોવાનો ખેડૂતોનો આક્ષેપ, જુઓ Video


